ઈકબાલગઢમાં પીવાના પાણી માટે વલખા મારતી પ્રજા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-04 11:29:36
  • Views : 473
  • Modified Date : 2020-07-04 11:29:36

ગુજરાતમાં વરસાદ ખેંચાતા લોકો કાળઝાળ ગરમીમાં સેકાઇ રહ્યા છે. એવામાં ઈકબાલગઢ ગામ કુવો સુકાઈ જતા પીવાના પાણીની વિકટ સમસ્યા ઊભી થઈ છે.
અમીરગઢ તાલુકાના ઈકબાલગઢ પ્રાથમિક શાળા
પાસે આવેલ ગામ કુવો સુકાઈ જતા ઈકબાલગઢના અમુક વોર્ડમાં પીવાના પાણીની વિકટ સમસ્યા ઊભી થઈ છે. ત્યારે આવી કાળઝાળ ગરમીમાં લોકો રામમંદિર પાસે આવેલ કુવામાંથી માથે પાણીના બેડા ઉપાડવા મજબુર બન્યા છે. જયારે અમુક વોર્ડના લોકો ટેન્કરો દ્વારા પીવાનું પાણી મંગાવી રહ્યા છે. ઈકબાલગઢ
પંચાયત હદ વિસ્તારમાં આવેલ પંચમુખી મંદિર પાસે બનાસ નદીના પટમાં પાણી પુરવઠાનો કુવો આવેલ છે, જે કુવામાંથી નવ ગામોને પાણી પુરો
પાડવામાં આવે છે. પરંતુ ઈકબાલગઢ ગામ કુવો સુકાઈ જતા પુરવઠાના કુવામાંથી પુરતા પ્રમાણમાં પાણી ન મળતા
પાણીની વિકટ સમસ્યા ઊભી થઈ છે. ઈકબાલગઢ ગામ કુવો છેલ્લા પંદર દિવસથી સુકાઈ જવાથી ઈકબાલગઢ પંચાયતના અમુક વોર્ડમાં પીવાના પાણીની વિકટ સમસ્યા સર્જાઈ છે.

Download Our B K News Today App



Related News