સિદ્ધપુરમાં બિરાજમાન સ્વયંભૂ વાલ્કેશ્વર મહાદેવ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-06 11:59:39
  • Views : 300
  • Modified Date : 2020-11-06 11:59:39

સિદ્ધક્ષેત્ર ગણાતા
સિદ્ધપુરમાં સરસ્વતી નદી કિનારે પાંચ સ્વયભું મહાદેવના મંદિરો આવેલા છે. તેમાના  એક  વાલકેશ્વર મહાદેવ મંદિરનું પણ આગવું મહત્વ છે. અહીં વાલખીલ્ય મુનીના તપોબળથી ભાવવાન શિવ સ્વયંભુ પ્રગટ થયેલા તેથી આ શિવાલયનું નામ વાલકેશ્વર મહાદેવ પડ્યું છે. અહીં પાંડવોએ પણ અજ્ઞાતવાસ દરમ્યાન રોકાણ કર્યું હોવાના પણ પુરાવા છે, ત્યારે આ મંદિર શ્રધ્ધાળુઓનું આસ્થા કેન્દ્ર બન્યું છે.
સિદ્ધપુર એ દેવોનું મોસાળ ગણાય છે, અને અહીં અનેક સિદ્ધ ઋષિ - મુનિઓએ
તપશ્ચર્યા કરી છે. તેથી
સિદ્ધપુરને સિદ્ધક્ષેત્ર પણ કહેવાય છે. આ સિદ્ધપુરની સરસ્વતી કાંઠે  અરડેશ્વર, સિદ્ધેશ્વર, વાલકેશ્વ, બ્રમ્હાંડેશ્વર અને વટેશ્વર, એમ પાંચ સ્વયંભુ મહાદેવાના મંદિરો આવેલા છે. આ પાંચેય મહાદેવ મંદિરોનું અલગ - અલગ મહત્વ છે. ત્યારે આપણે  આ પાંચ સ્વયંભુ મહાદેવ મંદિર પૈકી વાલકેશ્વર મંદિરનું મહત્વ સમજીએ.
આ વાલકેશ્વર મંદિરનું નામ  વાલખીલ્ય મુનીના નામ પરથી પડ્યું છે. વેદોમાં એવો ઉલ્લેખ છે, કે જ્યારે ભગવાન શિવને ત્યાં યજ્ઞ હતો, ત્યારે તમામ દેવી - દેવતાઓ ત્યાં જવા નીકળેલા ત્યારે આ ભૂમિ પર વાલખીલ્ય મુનીએ તપોબળથી અંગુઠા જેવું શરીર ધારણ કરેલું તે જોઇને ઇન્દ્રે મુનીની મશ્કરી કરી હતી. ત્યારે ક્રોધે ભરાયેલા મુનીએ શ્રાપ આપી ઇન્દ્રને આ
સિધ્ધપુરની ધરતી પર બંધક બનાવ્યા  હતા. ત્યારે ઇન્દ્રને મુક્તિ અપાવવા ભગવાન શિવજી લિંગ સ્વરૂપે સ્વયંભુ પ્રગટ થયા હતા.  અને ત્યારે આ શિવાલયનું નામ પણ વાલકેશ્વર મહાદેવ પડ્યું હતું.
ભગવાન શીવજીએ મુનીને બંધક ઇન્દ્રને મુક્ત કરવા વિનંતી કરી, પરંતુ બંધક બનેલા ઇન્દ્રને છોડાવવા એટલા સરળ ન  હતા, કારણ કે તેઓ  એક ઋષિના શ્રાપથી બંધક બન્યા છે. ત્યારે તેઓએ તેમાંથી મુક્તિ મેળવવા માટે અહીં જ છ માસ સુધી અષ્ટ ભૈરવ અને તેમના ચક્રની પૂજા કરી પ્રસન્ન કરવા
પડેશે તેવો ઉકેલ મુનીએ બતાવ્યો, તેથી તે વખતે ઇન્દ્રે અહીં અષ્ટ ભૈરવનું ચક્ર સાથેનું મંદિર બનાવ્યું અને છ માસ સુધી તેમણે  અષ્ટ ભૈરવ ની
પૂજા કરી ત્યારે તેમને
શ્રાપમાંથી મુક્તિ મળી હતી . તો વળી આ
પ્રકાર નું  અષ્ટ ભૈરવ નું ચક્ર સાથેનું મંદિર આ વાલકેશ્વર મંદિર ખાતે છે. તે ભારતનું એક માત્ર અષ્ટ ભૈરવ મંદિર હોવાની પણ માન્યતા છે.
આ મંદિરમાં ભગવાન શિવ સ્વયંભુ પ્રગટ થયા હતા. ત્યારે આ મંદિર એ શ્રધ્ધાળુઓ માટે આસ્થા નું કેન્દ્ર બન્યું છે. તો અહીં પહેલા અનેક ગાયો એમાં જ ઘોડા બાંધેલા હોતા, અને તેમને
બાંધવા ની સાંકળો પણ સોનાની હતી . તેવો વૈભવ આ મંદિર માં હોવાની માન્યતા છે, તો સ્થાનિક બ્રાહ્મણો  માટે પણ ભગવાન શિવજીની પૂજા - અર્ચનાનું મહત્વનું મંદિર છે. અને તેમાય પવિત્ર શ્રાવણ માસમાં તો દેશભરમાંથી લોકો અહીં દર્શને આવે છે. ગુજરાતીમાં એક કહેવત છે, કે " સસ્તું ભાડુને સિદ્ધપુરની યાત્રા" ત્યારે ખાસ કરીને શ્રાવણ માસ દરમ્યાન અનેક શ્રધ્ધાળુઓ આ સિદ્ધપુર ખાતેના આ પાંચ સ્વયંભુ મહાદેવના મંદિરોના દર્શને આવે છે. તેમાં પ્રથમ આવે છે, આ વાલ્કેશ્વર મહાદેવનું મંદિર તેથી તેનું મહત્વ પણ વિશેષ છે.

Download Our B K News Today App



Related News