દહેગામ પાસેના રખિયાલ ગામની પ્રકાશ વિદ્યાલયમાં પ્રવેશ મેળવવા માટે વાલીઓની લાંબી કતારો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-20 11:59:39
  • Views : 481
  • Modified Date : 2020-06-20 12:01:10

ગાંધીનગર શહેરના દહેગામ તાલુકાના રખિયાલ ગામે આવેલ પ્રકાશ વિદ્યાલય ખાતે જાહેર કરવામાં આવ્યું હતું કે વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ આપવામાં આવશે. આ વાતની જાણ વાલીઓને થતા વાલીઓ અને વિદ્યાથીઓ મોડી રાત સુધી લાંબી કતારો લગાવી બેઠા હતા. જ્યારે ગ્રામજનો અને શાળા સંચાલકોને આ વાતની જાણ થતા વાલીઓને મોડીરાત્રે સમજાવીને ઘરે મોકલ્યા હતા.
મળતી માહતી પ્રમાણે જે રીતે અનાજ લેવા માટે રેશનિંગની દુકાનોમાં લાઇનો લાગે છે તેવી જ લાઇનો સ્કૂલમાં ધોરણ ૫ થી ૧૨ માં એડમિશન માટે મોડી રાત્રે લોકડાઉન હોવા છતાં વિદ્યાર્થીઓ લાઇનોમાં બેઠા હોવાની વાત અન્ય ગ્રામજનો અને શાળા સંચાલકોને થતા તેઓ મોડી રાત્રે સ્કૂલ પર દોડી આવ્યા હતા અને વાલીઓને પ્રવેશ અંગેની યોગ્ય જાણકારી આપી સમજાવી તેઓને ઘરે પરત મોકલવામાં આવ્યા હોવાનું શાળા સંચાલકે ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું. આ સમગ્ર બાબતે સોશિયલ મીડિયામાં વિડીયો અને ફોટોગ્રાફ વાયરલ થતા શાળા સંચાલકો સફાળા જગ્યા હતા અને તાત્કાલિક સ્કૂલ પર
પહોંચી ગયા હતા અને સમગ્ર બનાવ અંગે માહિતી મેળવી વાલીઓ અને વિદ્યાર્થીઓને સમજાવીને ઘરે પરત મોકલી આપવાની કાર્યવાહી કરી હતી.

Download Our B K News Today App



Related News