અમીરગઢના બાલુન્દ્રા ગામમાં શિષ્યવૃત્તિ ના અપાતા શાળામાં વાલીઓનો હોબાળો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-17 11:15:46
  • Views : 457
  • Modified Date : 2019-09-17 11:15:46

અમીરગઢ તાલુકાના બાલુન્દ્રા ગામે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ છેલ્લા ચાર વર્ષથી શિષ્યવૃત્તિના અપાતા વાલીઓએ શાળામાં હોબાળો મચાવતા વાતાવરણ ગરમાયું હતું.
બાલુન્દ્રા ગામમાં ૧ થી ૮ ધોરણ સુધી પ્રાથમિક શાળા ચાલી રહી છે તેમાં અંદાજે ૬૦૦ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. આ શાળામાં ૨૦૧૩ બાદ ફરી શિષ્યવૃત્તિ ફરિયાદ થતા વાલી ઓએ શાળામાં હોબાળો મચાવ્યો હતો. છેલ્લાં ૪ વર્ષથી બાળકોને શિષ્યવૃત્તિ ન અપાતા મોટી સંખ્યામાં વાલીઓ ધસી આવ્યા હતા.અને શિષ્યવૃત્તિ ન આપવાના કારણ સાથે આચાર્યને ધમરોવ્યા હતા. ગરીબ અને પછાત બાળકો આગળ ભણી શકે તે માટેના ઉદેશયથી સરકાર પાસેથી  શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. પરંતુ શાળાના સંચાલકો દ્વારા શિષ્યવૃત્તિ શાળાના બાળકો સુધી ન પહોંચતા  હોબાળો મચાવ્યો. આ બાબતે શાળાના આચાર્યે નવ લાખ શિષ્યવૃત્તિ  પડી હોવાની કબુલાત કરતા જણાવેલ કે બાળકોના ખાતા નંબરો ખોટા હોવાથી તેઓના નાણાં ખાતામાં જમા થયેલ નથી. છેલ્લા બે વર્ષથી ઓનલાઈન વિદ્યાર્થીઓના ખાતામાં શિષ્યવૃત્તિ જમા કરવામાં આવે છે. પરંતુ એ
પહેલા જો વિદ્યાર્થીઓને નાણાં ના મળે તો શાળાના મુખ્ય સંચાલક  જવાબદાર ગણાય. આ વિષય સાથે ઘણા આક્ષેપો સાથે વાલીઓ એ હોબાળો મચાવ્યો. આચાર્ય પાસે જવાબ માંગતા આચાર્ય સ્વબચાવ માટે બધા કાગળો બતાવવા માટે મજબૂર થયા હતા. બાલુન્દ્રા શાળામાં વર્ષ ૨૦૧૩/૧૪માં પણ શિષ્યવૃત્તિ મામલો જતો કર્યો હતો. સમગ્ર વાલીઓ ત્યારે પણ શાળામાં રજુઆત કરવા ઘસી આવ્યા હતા.

Download Our B K News Today App



Related News