ઓમ પ્રાયમરી સ્કૂલ,વાવ ખાતે વાલી મીટિંગ યોજાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-03 11:32:30
  • Views : 451
  • Modified Date : 2019-05-03 11:32:30

વાવમાં આવેલી ઓમ પ્રાયમરી સ્કૂલમાં ગતરોજ વાલી મીટિંગ યોજાઈ હતી. જેમાં બહોળી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા અને બાળકોની શૈક્ષણિક સિદ્ધિઓની ચર્ચા કરવામાં આવી. ત્યારબાદ ઉનાળુ વેકેશન માટેના અસાઈન્ટમેન્ટ તથા ગૃહકાર્ય આપવામાં આવ્યા. બાળકોના પરિણામની માર્કશીટ સાથે દરેક વર્ગમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર મેળવનાર બાળકોને શાળા પરિવાર વતી ટ્રોફી અને સન્માન પત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. સાથે દરેક વર્ગમાં એકથી ત્રણ નંબર મેળવનાર બાળકોને જયદેવભાઈ ગામોટ તરફથી પણ ટ્રોફી આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. વાલીઓએ શાળાના કામકાજની ખૂબ જ પ્રશંસા કરી. આ સાથે વાર્ષિકોત્સવમાં ભાગ લીધેલ. દરેક બાળકોને પણ ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. આમ ઓમ પ્રાયમરી સ્કૂલ, વાવની વાલી મીટિંગ ખૂબ જ સફળ રહી હતી. શાળાના આચાર્ય અંકિતભાઈ ત્રિવેદી અને સ્ટાફ મિત્રોની મહેનતને વાલીઓએ બિરદાવી હતી.


Download Our B K News Today App



Related News