વાલેર ગામમાં ખેડૂતોના ઉભા પાકમાં પાણી પુરવઠાની પાઇપો નાખવામાં આવતાં ખેડૂતોમાં આક્રોશ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-06 15:00:39
  • Views : 429
  • Modified Date : 2020-01-06 15:00:39

પાણી પુરવઠા દ્વારા પાંથાવાડાથી જડીયા સુધી મોટા વ્યાસવાળી પાણીની પાઇપલાઇન નાંખવાની કામગીરી ચાલુ છે. ત્યારે ખેડૂતોના ઉભા પાકમાં પાઇપ લાઇન નાંખવામાં આવતી હોવાથી ખેડુતોને મોટાપ્રમાણમાં નુકસાન થવા છતાં કોન્ટ્રાકટર દ્વારા તાનાશાહીથી પાઇપલાઇન નાંખવાની કામગીરી ચાલુ રાખવામાં આવતા ખેડૂતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.ત્યારે ધાનેરા તાલુકામાં પાણીના તળ ઉંડા જતાં ધાનેરા તાલુકાના લોકોને પીવાનું પાણી મળી રહે તે માટે પાંથાવાડાથી જડીયા સુધી પાણીની મોટા વ્યાસવાળી લાઇન મંજુર કરવામાં આવી હતી. તેમજ આ પાઇપલાઇન નાંખવાની એજન્સી દ્વારા શરૂઆત કરવામાં આવી છે. ત્યારે પાંથાવાડાથી ખેડૂતોના ખેતરોમાં ઉભેલા પાકનો સોથો બોલાવીને ખેતરમાંથી પાઇપ લાઇન નાંખવાની કામગીરી કરવામાં આવી રહી હોવાથી આ બાબતે ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે  અને એજન્સીવાળા ખેડુતોને પોલીસની ધાકધમકીઓ આપીને આ પાઇપલાઇન નાંખી ખેડૂતોને ભારે નુકસાન પહોંચાડી રહ્યા હોવા છતાં પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ આ બાબતે મૌન સેવીને બેસી રહ્યા છે.
આમ આ અંગે વાલેરના ખેડૂત માવજીભાઇ રબારીએ જણાવ્યું હતું કે, ‘આ પાઇપલાઇન નાંખવા માટે આવેલા કોન્ટ્રાકટરો દ્વારા જોહૂકમીથી ઉભા પાકમાં પાઇપલાઇન નાંખી રહ્યા છે. તેઓએ અમારા ખેતરોમાં પાઇપલાઇન નાંખવાની મંજુરી પણ લીધેલ ન હોવા છતાં પાક ભાગીને પાઇપ નાંખવામાં આવે છે અને આ બાબતે અગાઉ પાઇપો નાંખી ત્યારે પણ કોઇ પ્રકારનું વળતર આપ્યું નથી અને હાલમાં પણ આ પાકનું વળતર મળે તેમ લાગતું નથી.ત્યારે ખેડૂતોને હવે તો મરવાના દિવસો આવ્યા છે.જે ખેડૂતોને નુકસાન થયેલ છે તેનો સર્વે કરાશે.ધાનેરા પાણી પુરવઠા અધિકારીએ જણાવ્યું હતું કે આ પાઇપલાઇનથી જે ખેડૂતોને નુકસાન થયેલ છે તેવા ખેડૂતોનું સર્વે કરીને જે નુકસાન થયેલ છે તે બાબતે વળતર પણ ચુકવવામાં આવશે. જેથી ખેડૂતોને અન્યાય નહી થાય.’

Download Our B K News Today App



Related News