વિડીયો વાયરલ ઃ રાધનપુરનો યુવક મહિલાને મળવા આવ્યો અને પકડાઈ જતાં વાળ કાપી નાખ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-23 11:51:39
  • Views : 14634
  • Modified Date : 2020-10-23 11:51:39

મોબાઈલ એક એવું હાથવગું સાધન છે. જેનો ઉપયોગ યોગ્ય રીતે થાય તો ઠીક, નહી તો ક્યારેક હાડકા પણ ભાગી જાય તેવી સ્થિતિ પણ નિર્માણ થાય છે. આવુ જ કંઈક રાધનપુરના યુવકને મહિલાને મળવા જવાનું ભારે પડ્યું હતું. મોબાઈલનો જે રીતે યુવકે ઉપયોગ કર્યો હતો તે તેને ભારે પડ્યો હતો. જેમાં
રાધનપુરનો એક યુવક ફોનથી મહિલાના સંપર્કમાં આવ્યો હતો. જે રાધનપુરથી મહિલાને મળવા આવ્યો હતો, ત્યારે ગામલોકોના હાથે ઝડપાઇ ગયો હતો. જેને લોકોએ ઝાડ સાથે બાંધી દીધો હતો અને માર માર્યો હતો. જેથી તેના ચહેરા પર પણ ઇજા થઇ હતી. તેમજ માથાના વાળ પણ કાપી નાખવામાં આવ્યા હતા. આ દરમિયાન લોકોએ ઝાડ સાથે બાંધેલા યુવકની સતત  પૂછપરછ કરી અને તેની ઓળખ માંગી હતી. જેમાં આ યુવક રાધનપુરનો હોવાનો અને મહિલા સાથે ફોનથી સંપર્કમાં આવ્યા હોવાનું જણાવ્યું હતું. જોકે વાતચીત દરમિયાન યુવકે વિડીયો ઉતારી બદનામ ના કરવા માટે આજીજી કરી હતી. અત્યારે આ વિડીયો બનાસકાંઠામાં વાયરલ થઇ રહ્યો છે. જે સરહદી વિસ્તારના કોઇ ગામનો હોવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે.

Download Our B K News Today App



Related News