મહંતશ્રી કે.ડી.આદર્શ હાઈસ્કૂલ રામપુરા નાગરીકતા સંશોધનની આવશ્યકતા અંગે વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-01 12:07:26
  • Views : 407
  • Modified Date : 2020-01-01 12:07:26

શ્રી સંસ્કાર મંડળ રામપુરા સંચાલિત મહંત શ્રી કે.ડી.આદર્શ હાઈસ્કૂલ
રામપુરામાં  ‘દર્શન વક્તૃત્વ
“સ્પર્ધાના ૧૩ માં મણકામાં “નાગરીકતા સંશોધનની આવશ્યકતા” અંતર્ગત ડીસા તાલુકાની ૧૦ જેટલી માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ વચ્ચે વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન થયુ હતુ. આ  કાર્યક્રમના અધ્યક્ષસ્થાને
રામપુરા મઠ (જાગીર) ના
પૂજ્ય ૧૦૦૮ મહંત શ્રી
રૂપપુરીજી મહારાજ, મુખ્ય મહેમાનમાં બનાસકાંઠાના સીનિયર એડવોકેટ યશવંતભાઈ બચાણી,
રામપુરામઠના કારભારી અને સંસ્કાર મંડળના મેનેજિંગ ટ્રસ્ટી સુ.શ્રી નિર્મલપુરીજી માતાજી, સંસ્કાર મંડળના મંત્રી શાંતિભાઈ  ઠક્કર, કોષાધ્યક્ષ  ગોવાભાઈ કોલા, મંડળના કારોબારી સદસ્ય ખેતાજી પટેલ, જગમાલભાઈ દેસાઈ, અણદાજી નેણ, થાનાજી હરિયાળ, સદસ્ય જયેશભાઈ દેસાઈ, વીરાજી પટેલ, ડીસા આદર્શ હાઈસ્કૂલના પ્રધાનાચાર્ય કે.પી.રાજપૂત, રામપુરા પ્રા.શાળાના આચાર્ય   લાલુભાઈ દેસાઈ, ડીસાના અગ્રગણ્ય વકીલ    જગદીશભાઈ વ્યાસ, રમેશભાઈ કચરાણી, સતીષભાઈ બનાવાલા, ધાનેરા નગરપાલિકાના સદસ્ય  ઈન્દુબેન જોષી, જોલીબેન
પટેલ, બી.કે. ન્યૂઝ દૈનિકના ભારતીબેન પરમાર, ઢેઢાલ  વરનોડા કાપરાના સરપંચ  ભરતભાઈ દેસાઈ, ભુરાભાઈ મગનભાઈ દેસાઈ, સુમેરસિંહ- રામસણ, ઈશ્વરભાઈ દેસાઈ-દામા, ગિરીશભાઈ દેસાઈ, વરનોડા તાલુકા સદસ્ય કપુરજી જાટની  વિશેષ ઉપસ્થિતિ રહી હતી.
આ કાર્યક્રમમાં પ્રાર્થના, ભજન, ગીતાશ્લોક, શ્રધ્ધાસુમન દ્વારા શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓ દ્વારા સદર વિષય પર જોરદાર વક્તવ્ય
આપવામાં આવેલ. કાર્યક્રમને અનુરૂપ લાલુભાઈ દેસાઈએ કાનુનની આવશ્યકતા અંગે સમજુતિ આપી હતી. જ્યારે સીનિયર એડવોકેટ   યશવંતભાઈ બચાણી  કાનુનની છણાવટ કરી ઉદાહરણ સહ સમજુતિ આપી હતી. રામપુરા મઠ (જાગીર) ના પૂજ્ય ૧૦૦૮મહંત  
રૂપપુરીજી મહારાજે  વિષયને અનુરૂપ  પ્રવચન અને આશીર્વચન આપ્યા હતા. સ્પર્ધામાં પ્રથમ સ્થાન સંગીતાબેન, બીજુ સ્થાન યાદવ ગાયત્રીબેન અને ત્રીજો નંબર હિનાબેન રબારીએ પ્રાપ્ત કાર્યો હતો.
આ પ્રસંગે નિર્ણાયક તરીકે ડાવસ હાઈસ્કૂલના આચાર્ય  જગદીશભાઈ પટેલ અને આદર્શ હાઈસ્કૂલ ડીસાના નિષ્ણાંત  ગુજરાતી શિક્ષક સુરેશભાઈ ચૌધરીએ પોતાની ઉમદા સેવા આપી હતી.  મહેમાનોનું શાબ્દિક સ્વાગત શાળાના આચાર્ય  જીતેન્દ્રભાઈ દવે કર્યુ હતુ. કાર્યક્રમનું સંચાલન માલદેવભાઈ ગુર્જરે જ્યારે શ્રધ્ધાંજલિ  શાળા
સુપરવાઈઝર એસ.ડી.દવેએ  આપી હતી. જ્યારે આભારવિધિ સંગીતાબેન ત્રિવેદીએ કરી હતી.

Download Our B K News Today App



Related News