ધાનેરા તાલુકો વાયરલના ભરડામાં

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-23 11:12:29
  • Views : 474
  • Modified Date : 2019-09-23 11:12:29

ધાનેરા તાલુકામાં વધતા જતા રોગચાળાને લઇને તમામ દવાખાનાઓ ઉભરાઇ રહ્યા છે ત્યારે જિલ્લા આરોગ્ય વિભાગની સુચનાથી તાલુકા આરોગ્ય વિભાગ પણ કામગીરીમાં લાગી ગયુ છે. ત્યારે બીજી તરફ માત્રને માત્ર સરકારી દવાખાનાના
આંકડાઓ મુજબ છેલ્લાં ૨૦ દિવસમાં ૩૦ હજાર કરતાં વધારે લોકોએ સરકારી દવાખાનાઓમાં સારવાર મેળવ્યાના આંકડાઓ બહાર આવ્યા છે અને જેમાં ચાર શંકાસ્પદ સ્વાઇન ફલુના કેસ
પણ જોવા મળ્યા છે.
ચોમાસામાં બીમારીનુ પ્રમાણ વધારે જોવા મળતુ હોય છે. પરંતુ આ વર્ષે ધાનેરા તાલુકામાં ગત વર્ષ કરતાં વધારે
નહી પરંતુ ત્રણ ઘણુ જોવા મળી રહ્યુ છે. ૧ સપ્ટેમ્બરથી ધાનેરા તાલુકામાં આવેલ ૯ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તેમજ ૩ સામુહિક આરોગ્ય કેન્દ્રોની મુલાકાત લેતાં તેમાં જ્યારે દેખો ત્યારે ખાટલાઓ ભરાયેલા જોવા મળતા હોય છે. અને આ ૨૦ દિવસમાં આ સરકારી દવાખાનાઓમાં ૩૦ હજાર કરતાં પણ વધારે ઓ.પી.ડી. ના આંકડાઓ સામે આવ્યા છે. આ માત્રને માત્ર ધાનેરાની સરકારી દવાખાનાઓના છે પરંતુ સરકારી દવાખાનાઓમાં માત્ર ૩૦% લોકો જ સારવાર માટે આવતા હોય છે બાકીના ૭૦% લોકો પ્રાઇવેટ દવાખાનાઓમાં સારવાર માટે જાય છે. જેથી આ ૨૦ દિવસમાં ધાનેરા તાલુકામાં એક લાખ જેટલા દર્દીઓએ સારવાર મેળવી હોવાના અહેવાલ મળી રહ્યા છે. તો આ બાબતે જિલ્લા આરોગ્ય અધિકારીએ પણ ધાનેરા તાલુકામાં આરોગ્ય વિભાગની કામગીરી વધારવી જોઇએ જેના કારણે વધુ રોગચાળો ફાટે તે પહેલા તેના ઉપર કાબુ મેળવી શકાય.

Download Our B K News Today App



Related News