વાઈબ્રન્ટ વિદ્યાસંકુલમાં પ્રવેશોત્સવ યોજાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-12 11:16:54
  • Views : 403
  • Modified Date : 2019-06-12 11:16:54

ધાનેરા હાઇવે પર આવેલી વાઈબ્રન્ટ વિદ્યાસંકુલમાં તા.૧૦/૦૬/૨૦૧૯ને  સોમવારના રોજ વર્ષ ૨૦૧૯-૨૦ના શૈક્ષણિક વર્ષના નવીન વિદ્યાર્થીઓ માટે પ્રવેશોત્સવ યોજવામાં આવ્યો હતો. કે.જીથી ધોરણ-૮ સુધીના ૪૫ બાળકોને વાઈબ્રન્ટ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં તેમજ ધોરણ-૯ થી ૧૨ સુધીના ૧૦૦ જેટલા બાળકોને વાઈબ્રન્ટ વિદ્યાલયમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. તેમજ સમગ્ર દિવસ દરમ્યાન હજુ પણ પ્રવેશ પ્રક્રિયા ચાલુ રહી હતી.જે  વાઈબ્રન્ટની લોકોમાં ચાહના પ્રદર્શિત કરતી હતી.આ કાર્યક્રમ દરમ્યાન મોટી સંખ્યામાં વાલીગણ પણ હાજર રહ્યા હતા અને પ્રવેશોત્સવને રંગીન બનાવ્યો હતો. ધોરણ-૧૨ની વિદ્યાર્થીનીઓએ કંકુતિલક કરી ગોળ ખવડાવી મોં મીઠું કરાવી મેદાનમાથી સ્કૂલના બિલ્ડીંગમાં પ્રવેશ કરાવ્યો હતો. આમ શાળાનો પ્રથમ દિવસ હોવાથી નવા પ્રવેશ કરેલા બાળકોને રંગીન કપડામાં આવ્યા હતા.જેથી કરીને વાઈબ્રન્ટ વિદ્યાસંકુલ વિદ્યાર્થીઓરૂપી રંગીન ફૂલોથી નંદનવન બગીચા જેવી લાગતી હતી.આમ રાષ્ટ્રગાન સાથે સમગ્ર કાર્યક્રમની પુર્ણાહુતિ કરી વિદ્યાર્થીઓને પોતપોતાના વર્ગમાં બેસાડવામાં આવ્યા હતા.આમ રંગીન માહોલમાં અદભૂત શાંતિથી શાળા પ્રવેશોત્સવ સંપન્ન થયો હતો.


Download Our B K News Today App



Related News