છાપીથી ધારેવડા સુધી વાહનોની લાંબી કતારો લાગી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-06 11:41:55
  • Views : 391
  • Modified Date : 2020-10-06 11:41:55

વડગામ તાલુકાના એપી સેન્ટર ગણાતા છાપી હાઇવે પર
પાલનપુરથી મહેસાણા હાઈવેનું સમારકામ ચાલતું હોય ત્યારે નજીક નજીક ડાયવર્ઝન આપતા બે કિલોમીટર સુધી ટ્રાફિકજામ થતા
છાપી પોલીસ દ્વારા ભારે જહેમત બાદ ટ્રાફિક દૂર કરાયું હતું.
છાપીથી ધારેવાડા સુધી લાંબી કતારો લાગી હતી અને વાહન ચાલકો ટ્રાફિકમાં ફસાયા હતા. છેલ્લા ઘણા સમયથી પાલનપુરથી મહેસાણા હાઈવેનું સમારકામ ચાલુ છે. પરંતુ કોન્ટ્રાકટર દ્વારા ગોકળગતિએ કામ ચાલતું હોય તેવું દેખાઈ રહ્યું છે. ચોમાસાની સીઝનમાં પણ હાઇવે પરના ખાડા હજુ તો પુરાયા પણ નથી, ત્યારે બીજી બાજુ નજીક નજીક ડાયવર્ઝન આપતા ટ્રાફિકજામ જોવા મળ્યું હતું, જેથી અકસ્માત થવાની ભીતિ દેખાઈ રહી છે, તેમ છતાં પણ કોન્ટ્રાક્ટરના પેટનું પાણી પણ હલતું નથી. છાપી હાઇવે પર બે કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. ત્યારે છાપી પોલીસ દ્વારા ટ્રાફિક દૂર કરવામાં આવ્યું હતું.

Download Our B K News Today App



Related News