ડીસા ખાતે દશેરા નિમિત્તે વાહનો ખરીદવામાં આવ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-26 11:33:18
  • Views : 380
  • Modified Date : 2020-10-26 11:33:18

હિન્દુ ધર્મમાં દશેરાના દિવસે નવા વાહનોની ખરીદી કરવાનો અનોખો મહિમા છે ત્યારે  ડીસા ખાતે અલગ અલગ વાહનોના શોરૂમ ઉપર વહેલી સવારેથી જ વાહન ખરીદી માટે ભારે ભીડ જોવા મળી હતી.
હિન્દુ ધર્મમાં દશેરાના દિવસને પવિત્ર માનવામાં આવે છે અને આ દિવસનો હિન્દુ ધર્મમાં અનોખો મહિમા છે કારણકે ભગવાન રામે રાવણનો વધ કરીને અસત્ય પર સત્યએ જીત હાંસલ કરી હતી. ત્યારે આધુનિક સમયમાં હિન્દુ ધર્મમાં દશેરાના દિવસે લોકો નવા વાહનોની ખરીદી કરતાં હોય છે ત્યારે   દશેરાના દિવસને હિન્દુ ધર્મમાં
પવિત્ર દિવસ માનવામાં આવે છે. વર્ષોથી આ દિવસે શસ્ત્રોની તેમજ રથની પૂજા કરવામાં આવતી હતી. તેની પાછળનું કારણ હતું કે પૂજા કરવાથી શસ્ત્રો તેમજ રથ માનવનું રક્ષણ કરી શકે અને માનવ બળ વધારી શકે. જ્યારે ધીરે-ધીરે સમય બદલાતા આજના સમયે દશેરાના દિવસે શસ્ત્ર પૂજન થાય છે પરંતુ તેની સાથે સાથે માનવી વ્યક્તિગત ઉપયોગમાં લેતા વાહનોની પણ પૂજા કરતા હોય છે. આ  દિવસે તમામ લોકો પોતાના સાધનોની પૂજા કરતા હોય છે અને આ  દિવસ શુભ હોવાથી લોકો નવા વાહનોની
પણ ખરીદી કરતા હોય છે. ત્યારે  ડીસા ખાતે અલગ અલગ વાહનોના શોરૂમ ઉપર વહેલી સવારેથી જ વાહન ખરીદી માટે ભારે ભીડ જોવા મળી હતી. ડીસા ખાતે આવેલા ઉષા ઓટોબાઈલ્સ તેમજ ધીયાન હોન્ડા શોરૂમ ખાતે વહેલી સવારથી વાહનની ખરીદી માટેની લોકોની ભારે ભીડ જામી હતી. લોકો ખૂબ જ ઉત્સાહ સાથે પોતાના નવા વાહનની ખરીદી કરતા જોવા મળ્યા હતા. આ દિવસે લોકો શુભ દિવસ માનીને પોતાના નવા વાહનની ખરીદી કરતા હોય છે.

Download Our B K News Today App



Related News