ડીસાની મોઢેશ્વરી સોસાયટી પાસે મુખ્ય રસ્તો બંધ કરાતાં વાહનચાલકો પરેશાન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-11 11:34:36
  • Views : 1640
  • Modified Date : 2020-12-11 11:34:36

ડીસા-પાલનપુર હાઇવે પર આવેલી મોઢેશ્વરી સોસાયટીથી શિવગંગા સોસાયટીમાં થઇ વેલુનગર તરફ જતા મુખ્ય રસ્તા પર કેટલાંક સ્થાનિક રહીશોએ નવા બનેલા રોડ ઉપર પાઇપો નાખી રસ્તો બંધ કરી દેતાં વાહનચાલકો ભારે મુશ્કેલી વેઠી રહ્યાં છે.
વર્ષો પહેલાં ડીસાના
અજાપુરાથી ગંજ બજારમાં આવવા માટે કૈલાશનગર, નૂતનભારતી સ્કૂલ, શિવગંગા સોસાયટી અને મોઢેશ્વરી સોસાયટી થઇ ખેડૂતો બળદગાડા અને ટ્રેક્ટર લઈને માર્કેટયાર્ડમાં અવરજવર કરતાં હતાં. ત્યારે તાજેતરમાં ડીસા
નગરપાલિકા દ્વારા વેલુનગર થી શિવગંગા સોસાયટી થી મોઢેશ્વરી સોસાયટી સુધીનો પાકો આરસીસી રોડ તૈયાર કરવામાં આવ્યો છે પરંતુ એક જ મહિનાના સમયમાં સોસાયટીના કેટલાંક લોકોએ જાહેર રસ્તા પર
પાઇપો ઉભી કરીને રસ્તા
પર આડશ બનાવી વર્ષો જુનો મુખ્ય રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. જેથી આસપાસ ની સોસાયટીના રહીશો સહિત વાહનચાલકોને પણ ભારે મુશ્કેલી વેઠવી પડે છે. આથી કેટલાંક લોકોએ આ અંગે ડીસા નગરપાલિકા માં રજૂઆત કરવામાં આવી છે
પરંતુ નગરપાલિકા દ્વારા હજુ સુધી કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી.

Download Our B K News Today App



Related News