કોરોના વાયરસ સંક્રમણ નિયંત્રણ માટે જિલ્લા વહિવટી તંત્ર કટીબદ્ધ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-11 11:10:41
  • Views : 422
  • Modified Date : 2020-04-11 11:10:41

પાટણ જિલ્લામાં સામે આવનાર કોવિડ ૧૯ પોઝીટીવ વ્યક્તિઓ પૈકી સૌથી વધુ ૧૨ વ્યક્તિ નેદ્રા ગામના હોઈ કોવિડ ૧૯ માટે નેદ્રા ગામ હોટસ્પોટ બન્યું છે. ત્યારે કોરોના વાયરસના સંક્રમણને આગળ વધતું અટકાવવા જિલ્લા વહિવટી તંત્ર દ્વારા સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત પાટણ જિલ્લા વિકાસ અધિકારી ડી.કે.પારેખ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોની રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી.
 જિલ્લા વિકાસ અધિકારીએ કોવિડ ૧૯ થી સૌથી પ્રભાવિત ગામ નેદ્રા તથા તેની
આસપાસના ખળી અને ચંદ્રાવતી ગામોની રૂબરૂ મુલાકાત લઈ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. ગામના સરપંચો તથા તલાટીઓ સાથે કોરોના વાયરસ સંક્રમણ નિયંત્રણ માટે કરવામાં આવી રહેલી કામગીરી તથા કોવિડ ૧૯ અંતર્ગત કન્ટેઈનમેન્ટ પ્લાન અંગે સમીક્ષા કરી હતી. ચેપી રોગ પ્રસરતા અટકાવવા સબંધે
પંચાયત ધારા હેઠળ બનાવેલા ઉપનિયમો અંગે ગ્રામ પંચાયતોની ફરજો અને સત્તાઓ બાબત વિસ્તૃત ચર્ચા કરી સુચારૂ કામગીરી કરવા માર્ગદર્શન આપ્યું હતુ.
વધુમાં, કોટ, બિલીયા, દેથળી, ઉમરૂ, ખોલવાડા અને કનેસરા ગામોના સરપંચો સાથે રૂબરૂ વાત કરી જિલ્લા વિકાસ અધિકારીએ કોરોના વાયરસ સંક્રમણના નિયંત્રણ માટે તકેદારીના
પગલારૂપે કરવાની થતી કામગીરી અને સરપંચોને લોકડાઉન સહિતના મુદ્દાઓના અમલીકરણ અંગે પડી રહેલી મુશ્કેલી અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

Download Our B K News Today App



Related News