ડીસા-પાલનપુર પાલિકામાં હવે વહીવટદારનું શાસન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-13 11:32:41
  • Views : 442
  • Modified Date : 2020-12-13 11:32:41

બનાસકાંઠા જિલ્લાની ડીસા અને પાલનપુર બે નગરપાલિકાનો કાર્યકાળ પૂર્ણ થયો છે. તા.૧ર ડિસે.ના રોજ  તેની મુદ્દત પૂર્ણ થતા હવે બંન્ને નગરપાલિકાઓમાં વહીવટદારનું શાસન રહેશે. જેનો ચાર્જ પાલિકા ચીફ ઓફિસરને સોંપવામાં આવ્યો છે.
પાલનપુર અને ડીસા નગરપાલિકામાં ચૂંટાયેલી બોડીનો ગત ઓક્ટોબર માસમાં કાર્યકાળ પૂર્ણ થઈ ગયો હતો. પરંતુ કોરોનાના વધી રહેલા કેસોને લઈને ચૂંટણી પંચે
સ્થાનિક સ્વરાજની
સંસ્થાઓની ચૂંટણીઓને ત્રણ મહિના માટે પાછી ઠેલી હતી. જે ગત તા.૧ર ડિસે.ના રોજ પૂર્ણ થઈ ગઈ હતી. જ્યારે રાજ્યની પાલિકાઓમાં જે નગરપાલિકાઓની મુદ્દત પૂર્ણ થઈ રહી છે ત્યાં ચીફ ઓફિસરને વહીવટદાર તરીકે ચાર્જ આપવાનું ઠરાવાયું હતું. જેના પગલે હવે બે દિવસની રજા બાદ સોમવારથી ચીફ ઓફિસરો પાલિકાના વહીવટદારનો ચાર્જ સંભાળી લેશે. રાજ્યમાં આવી પ૧ નગરપાલિકાઓની મુદ્દત પૂર્ણ થાય છે. ત્યારે પાલિકાઓની આગામી ચૂંટણીઓ યોજાય ત્યાં સુધી ચીફ ઓફિસરો વહીવટી વડા તરીકે ફરજ બજાવશે.  જાેકે સરકારના નિર્દેશોનુસાર આ સમય
દરમ્યાન તેઓ નીતિ વિયષક નિર્ણયો લઈ શકશે નહીં. અત્રે ઉલ્લેખનિય છે કે, રાજ્યમાં ‘અ’ વર્ગની ૧૬, ‘બ’ વર્ગની ર૩ અને ‘ક’ ૧ર એમ કુલ પ૧ નગરપાલિકાઓનો સમાવેશ થાય છે.

Download Our B K News Today App



Related News