લોકડાઉનનો કડડ સંદેશો આપવા અંબાજી મંદિરના વહીવટદાર માર્ગ પર ઉતર્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-31 11:22:06
  • Views : 456
  • Modified Date : 2020-03-31 11:22:06

શક્તિ ભક્તિ અને
આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત ધામ અંબાજી અરાવલીના પહાડો પર વસેલું છે. આ ધામમાં હાલ ૧૪ એપ્રિલ સુધી લોકડાઉન ચાલી રહ્યુ છે. ત્યારે અંબાજીના બજારો સુમસામ ભાસી રહ્યા છે.  પણ કેટલાંક લોકો આ લોકડાઉનનો કડક અમલ કરતા ન હોવાથી અંબાજી મંદિરના વહીવટદાર અને જિલ્લા પુરવઠા અધિકારી એસ. જે.ચાવડા અંબાજી ખોડી વડલી સર્કલ પર રોડ પર ઉભા રહી  લોકડાઉનનો કડક અમલ કરવા માટે હાજર રહ્યા હતા તેમની સાથે અંબાજી પોલીસ
પણ જોડાઈ હતી. અંબાજીના કેટલાક લોકો ટાઈમ પાસ કરવા માટે અવારનવાર બહાર આવી રહ્યા છે॰ ત્યારે અંબાજી પોલીસ આવા લોકોને કાયદાનું ભાન કરાવી તેમના વાહનો ડીટેઈન કરી આરટીઓનો મેમો આપી રહ્યા છે. પણ ગામની સ્થિતિ જોઈ સવારે અંબાજી મંદિરના વહીવટદાર સર્કલ પર ઉભા રહી કામ વગર લટાર મારવા નીકળતા લોકોનો રીતસર નો ઉઘડો લીધો હતો અને કામ વગર ફરતા લોકોને વહીવટદાર ઠપકો આપતા જોવા મળ્યા હતા.

Download Our B K News Today App



Related News