ગુલ્લીબાઝ આચાર્યની ગેરહાજરીમાં વાવ કોલેજનો વહીવટ કથળ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-27 11:00:55
  • Views : 454
  • Modified Date : 2019-11-27 11:00:55

સરહદી વાવ પંથકના વિદ્યાર્થીઓને અંગ્રેજીનું શિક્ષણ મળી રહે તે હેતુથી સરકારે અંગ્રેજીના અધ્યાપકની નિમણુંક કરેલ પણ તેઓ  રાધનપુરથી ૮૦ કિલોમીટરથી અવર - જવર કરે છે. જેથી  અભ્યાસક્રમ પૂરો કરતા નથી. તેમજ આચાર્ય અને તેઓ  રાજકોટના હોવાથી આચાર્યની ગેરહાજરીમાં કોલેજનો વહીવટી ચાર્જ પણ તેઓ જ સંભાળે છે. જેથી મોટા ભાગે તેઓ તાસ પણ લેતા નથી. વિદ્યાર્થીઓના જણાવ્યા અનુસાર માર્ચ ૨૦૧૯ થી સરકારી વિનયન કોલેજ, વાવમાં કાયમી આચાર્યની નિમણુંક કરવામાં આવી છે. નવ નિયુક્ત આચાર્ય તરીકે ડા. નીલાબેન એસ. ઠાકર હાજર થયાના દિવસોથી જ સતત ગેરહાજર રહે છે અને એમના મળતિયાઓને કોલેજનો ચાર્જ આપે છે અને ઘેર બેઠા કોલેજનો વહીવટ કરે છે.
આ વિસ્તારના વિદ્યાર્થીઓ વિવિધ પરીક્ષાઓને ઉદેશ્યમાં રાખીને ઇતિહાસ વિષયની અભ્યાસમાં પસંદગી કરેલ જોવા મળે છે. આચાર્ય પણ ઇતિહાસ વિષયના હોવાથી એમના ભાગે આવતા ૧૨ તાસનો અભ્યાસ સદંતર ભણાવવામાં આવતો જ નથી. વિદ્યાર્થીઓને પરીક્ષામાં આ તમામ બાબતોના કારણે મુશ્કેલીઓ પડે છે.
આ અગાઉ પણ વિદ્યાર્થીઓએ આચાર્યના વિરુદ્ધમાં કોલેજના પ્રવેશ સમયે રજૂઆતો કરી હતી. એ સમયે સરકાર તરફથી તપાસ આવેલ. પણ એમાં પણ આડા અવળું કરીને એ તપાસ પતાવી દેવામાં આવેલ હતી. ફરી વિદ્યાર્થીઓએ આચાર્ય અને કોલેજોના
આંતરિક પ્રશ્નોને મામલતદાર સમક્ષ આવેદન આપીને નીવેડો લાવવા જણાવ્યું છે. અન્યથા વિદ્યાર્થીઓએ કોલેજના ગેટ આગળ ગાંધી ચિંધ્યામાર્ગે અનસન પર બેસવાની ચિમકી આપેલ છે.


Download Our B K News Today App



Related News