ધાનેરાના રેલવે પુલની કામગીરીને લઇને વાહનચાલકો ત્રાહીમામ થયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-27 11:19:03
  • Views : 367
  • Modified Date : 2021-02-27 11:19:03

ધાનેરામાં રેલવે પુલની કામગીરી છેલ્લા ત્રણ વર્ષથી ગોકળગાયની ગતીએ ચાલતી હોવાથી વાહન ચાલકોને ભારે મુસ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અને નાના વાહનો
પુલની ચાલુ કામગીરીમાં સાઇડમાંથી પસાર થતા હોવાથી અકસ્માત થાય તેવા હાલ જાેવા મળી રહ્યા છે. તેમ છતાં તંત્ર દ્વારા આ બાબતે કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી.
ધાનેરામાં પુલની કામગીરી ગોકળગાયની ગતીએ છેલ્લા ત્રણેક વર્ષથી ચાલી રહી છે. અને જેના કારણે મોટા તેમજ ભારે વાહનોને ૧૦ કીમીને ફરીને જવાનું ડાયવર્ઝન
આપવામાં આવેલ તે રસ્તાઓ પણ તુટી જવાથી અનેકવાર અકસ્માતો સર્જાઇ રહ્યા છે. જ્યારે જે નાના વાહનો છે તે હાલમાં ચાલતી પુલની કામગીરીના નીચે ચાલવા મજબુર બન્યા છે. અને થોડા દિવસ અગાઉ ઉપરથી લોખંડની પાઇપ છુટતા એક કાર ચાલકનો અદ્‌ભુત બચાવ થયો હતો. આ કામગીરી ચાલુ છે. આ બાબતે નેશનલ હાઇવે વિભાગને અવારનવાર જાણ કરવા છતાં
પણ તે બાબતે કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી.

Download Our B K News Today App



Related News