પાલનપુર જુના આરટીઓ સર્કલ પાસે વાહનોની લાંબી કતારો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-22 11:49:57
  • Views : 632
  • Modified Date : 2020-10-22 11:49:57

પાલનપુર જુના આરટીઓ સર્કલથી લઈ અડધો કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો રોજે રોજ જોવા મળી રહી છે અહી લોડીંગ વાહનો જેવા કે ટ્રક, લોરીની અવરજવર હોવાથી ટ્રાફિક સમસ્યા સર્જાય છે. તો બીજીતરફ અંબાજી તરફ જતા હાઈવે પર ફાટક હોવાથી, ટ્રેનનો સમય હોય તો નવા આરટીઓ ઓફિસ સુધી પણ વાહનની લાંબી લાઈનો જોવા મળે છે. જ્યારે આ ફાટકની પાસેથી પસાર થતા માનસરોવર રોડ પર રેલવે પાટા નીચે બનવામાં આવેલ નાળામાં પાણી ભરતા ત્યાંથી પણ અવરજવર બંધ થતા આ સમગ્ર વિસ્તારમાં ટ્રાફિક એક માથાના દુઃખાવા સમાન બની જાય છે. આસપાસની સોસાયટી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકોને ત્યાંથી પસાર થવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.

Download Our B K News Today App



Related News