વડગામ પોલીસે ટ્રાફિકમાં નડતા વાહનોને ડીટેઇન કર્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-03 11:39:33
  • Views : 413
  • Modified Date : 2019-07-03 11:39:33

વડગામ તાલુકા મથક ખાતે છેલ્લાં કેટલાંય સમયથી ટ્રાફિક સમસ્યા જોવા મળી રહી છે. ત્યારે હવે વડગામ ટ્રાફિક
પોલીસે હરકતમાં આવી નડતા વાહનોને ડીટેઇન કર્યા હતા.  એક જ દિવસમાં ૧૫ થી વધુ વાહનો ડીટેઇન કરતા ખાનગી વાહન માલિકોમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.
તાલુકા મથક ખાતે છેલ્લાં કેટલાંય સમયથી ટ્રાફિકની સમસ્યા વર્તાઈ રહી છે અને જેને લઇ લોકો ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે. ત્યારે અચાનક વડગામ પોલીસ  ટ્રાફિકને લઈ હરકતમાં આવી હતી.  ટ્રાફિક નિવારવા વારંવાર પ્રયત્નો કરવા છતાં ખાનગી વાહન માલિકો આંખ આડા કાન કરી રહ્યા હતા. ત્યારે અચાનક વડગામ પોલીસ એક જ દિવસમાં ૧૫ થી વધુ વાહનો ડિટેઇન કર્યા હતા અને બધા વાહનોને વડગામ પોલીસ મથકે રાખવામાં આવ્યા હતા. જેને લઇ વડગામ બસ સ્ટેન્ડ પર ફરતા ખાનગી વાહન માલિકો ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો
હતો અને તેઓ પોતાના વાહનોને યોગ્ય જગ્યાએ  મુકવા માટે મજબુર બન્યા હતા. તેમજ વડગામમાં આવતા લોકોએ ટ્રાફિક પોલીસની આ કામગીરીને બિરદાવી હતી. લોકોએ જણાવ્યું હતું કે વડગામ પી.એસ.આઇ. દ્વારા ખાનગી વાહનો સામે વધુ કડક પગલાં ભરવામાં તેવી માંગ કરી હતી.

Download Our B K News Today App



Related News