પાલનપુર મહેસાણા નેશનલ હાઈવે ખખડધજ ઃ વાહનચાલકો ત્રસ્ત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-26 12:18:55
  • Views : 503
  • Modified Date : 2020-08-26 12:18:55

પાલનપુર થી મહેસાણા સુધીના હાઈવે પર હાઇવેનું સમારકામ ચાલતું હોવાથી હાલ સમગ્ર હાઇવે પર મોટા મોટા ખાડાઓ પડી જવા પામ્યા છે. અત્યારે ચોમાસુ ચાલી રહ્યુ હોવાથી ભારે વરસાદ પણ વરસી રહ્યો છે. ત્યારે આ હાઇવે પરના ગાબડા મોટો અકસ્માત સર્જે તો નવાઈ નહી. બીજી બાજુ હાઇવે પરનું સમારકામ પણ ગોકળગતિએ ચાલી રહ્યુ હોવાનું પણ વાહનચાલકો જણાવી રહ્યા છે. તેમજ આ સમારકામ ચાલતું હોવાથી જે ડાયવર્ઝન
આપવામાં આવ્યું છે, તે હાઇવેની એકદમ નજીક હોવાથી પણ મોટો અકસ્માત સર્જાવાની ભીતિ સેવાઇ રહી છે. સાથે સાથે પાલનપુરથી છાપી સુધીના હાઇવે પર નાળાઓની કામગીરી ચાલતી હોવાથી ત્યાં
પણ ઠેર ઠેર પાણી ભરાયા છે અને હાઇવે પર સફાઈ પણ કરવામાં આવતી ન હોવાથી મોટા મોટા કાંકરા રસ્તા પર પડ્યા છે, જેને લીધે ઘણીવાર બાઈક પણ સ્લીપ થઈ જવાના બનાવો બની ચૂક્યા છે. ત્યારે સત્વરે આ કોમસની
પરિસ્થિતિને ધ્યાને લઈ
કોન્ટ્રાકટર દ્વારા આ સમારકામ ઝડપી પૂર્ણ કરવામાં આવે તેવી આ રૂટના વહંચાલકોની માંગ છે.

Download Our B K News Today App



Related News