વર્ષોની સમસ્યાનો અંત પ્રતાપપુરા અને ઈઢાટાને જોડતો પુલ નવીન બનશે વાહનચાલકોમાં આનંદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-01 11:41:27
  • Views : 433
  • Modified Date : 2019-12-01 11:41:27

વાવ તાલુકાના પ્રતાપપુરા અને ઈઢાટા ગામને જોડતા ચાર કિમીના રોડ વચ્ચે પુરના
પાણીનો પ્રવાહ પસાર થતો હોઈ દર વર્ષે ભારે વરસાદને કારણે ગામનો મેઈન એપ્રોચ રોડ
પુરના પાણીથી રોડ નીચે બનાવેલ નાળાઓ તણાઈ જવાથી ગ્રામજનોને અહીંથી
પસાર થવું મુશ્કેલ બન્યું હતું. તો વળી ઈમરજન્સી સેવા પણ બંધ થઈ જતાં ગ્રામજનોએ વારંવાર સરકારમાં રજૂઆત પણ કરી હતી. ત્યારે પુલની કામગીરીઓ ચાલું કરી દીધી છે. રૂ ૧.૨૫ કરોડના ખર્ચે નવીન પુલનું કામ ચાલુ કરવામાં આવતાં ગ્રામજનોમાં આનંદની લાગણી પ્રસરી છે.
વાવ તાલુકાનાં પ્રતાપપુરા ગામથી બહાર નીકળવાનો મેઈન એપ્રોચ રોડ ઈઢાટા ગામ તરફ જતા રોડના વર્ષ ૨૦૧૫ અને ૨૦૧૭માં ભારે પુરને લઈને આ રસ્તામાં બનાવેલ નાળા તણાઈ ગયા હતા. જેથી વાહનચાલકોને અહીંથી પસાર થવું માથાનાં દુઃખાવા સમાન બન્યું હતું.
તો વળી શાળાએ જતાં બાળકોને પંચર પડી જતાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો
પડતો હતો. તો વળી પ્રતાપપુરા ગ્રુપ ગ્રામપંચાયતે વાવના પૂર્વ મંત્રી શંકરભાઈ ચૌધરીને પણ રજૂઆત કરી હતી. રાજ્ય સરકાર દ્વારા રૂ.૧.૨૫ કરોડના ખર્ચે ૫૦ મીટર લંબાઈમાં
પુલની કામગીરીઓ ચાલુ કરવામાં આવતાં વાહનચાલકોમાં આનંદની લાગણીઓ ફેલાઈ છે.
આ અંગે કોન્ટ્રાક્ટર સુરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે આવતાં ચોમાસા પહેલાં જ
પુલનુ સંપૂર્ણ કામગીરીઓ પૂર્ણ કરવામાં આવશે. જેથી વાહનચાલકો અને રાહદારીઓને મુશ્કેલીઓ વેઠવી પડે નહીં. ત્યારે પુલની કામગીરીઓ ચાલુ કરી દીધી છે અને વાહનો માટે ડાયવર્જન બનાવી દેવામાં આવ્યું છે.

Download Our B K News Today App



Related News