લાખણીથી વાસણા રોડ ઉપર ખાડાથી વાહનચાલકો મુશ્કેલીમાં

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-03 12:09:16
  • Views : 429
  • Modified Date : 2019-10-03 12:09:16

લાખણીથી વાસણા જવાના પાકા રસ્તા ઉપર વરસાદના લીધે પડેલા ઢીંચણ સમા ખાડાઓના લીધે વાહનચાલકો ભારે મુશ્કેલી ભોગવી રહ્યા છે. તેમજ આ ખાડાઓમાં પાણી ભરેલું હોવાથી અજાણ્યા વાહનચાલકો પોતાના વાહનો લઈને ખાડામાં પટકાઇ ઇજાગ્રસ્ત પણ થતા હોવાથી તંત્ર દ્વારા રસ્તાનું ઝડપી સમારકામ થાય તેવી રાહદારીઓ અપેક્ષા રાખી રહ્યા છે.
લાખણીથી વાસણા થઈને દિયોદરને જોડતા પાકા રોડ
ઉપર છેલ્લાં કેટલાંક દિવસથી અવિરત પડી રહેલા વરસાદને લીધે લાખણીથી વાસણા વચ્ચે રોડ ઉપર ઢીંચણ સમા જોખમી ખાડા થવા પામ્યા છે. જેથી વાહનચાલકોએ આ રસ્તા
ઉપરથી પસાર થવું મુશ્કેલ બન્યુ છે. તેમાં પણ વરસાદના લીધે ખાડાઓમાં પાણી ભરાતા વાહનચાલકો પાકો રોડ હોવાના વિશ્વાસથી વાહન ચલાવે છે અને ખાડામાં
પટકાય છે. જેના લીધે વાહનો પણ ખામીગ્રસ્ત બને છે. તેમજ બાઈક જેવા વાહનો પડી જવાના લીધે વાહનચાલકો
પણ ઇજાગ્રસ્ત બનતા હોવાથી તંત્ર દ્વારા ઝડપથી આ રોડનું સમારકામ કરવામાં આવે તેવી રાહદારીઓ માંગ કરી રહ્યા છે.

Download Our B K News Today App



Related News