ધાનેરામાં પેસેન્જર વાહનચાલકો બેફામ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-25 11:22:56
  • Views : 631
  • Modified Date : 2020-07-25 11:22:56

ધાનેરામાં છેલ્લાં કેટલાંય સમયથી ટ્રાફિક વ્યવસ્થા કથળવાના કારણે લોકોને હેરાન થવુ પડી રહ્યુ  છે. હાલમાં જે ટ્રાફિક જમાદાર માયારામ છે તેમની માયાજ અનેરી છે. તેઓ મહિનાના પ્રથમ ૧૦ તારીખ સુધીમાં હપ્તાઓ માટે આવતા હોય છે અને ત્યાર પછી તેઓ અન્ય ટી.આર.પી. ના જવાનોના હવાલે કરીને આરામ ફરમાવતા હોવા છતાં ધાનેરા
પી.આઇ. ડાભી તેમને છાવરતા હોવાથી લોકો ટ્રાફિક સમસ્યામાં પરેસાન થઇ રહ્યા છે. ત્યારે બીજી તરફ પેસેન્જર વાહનો પણ મોટા પ્રમાણમાં
પેસેન્જરો ભરીને બે રોકટોક ચાલી રહ્યા છે અને કોરોનાનું સંક્રમણ વધારી રહ્યા છે.
ધાનેરામાં કોરોનાને લઇને પેસેન્જર વાહનોમાં વધારે
પેસેન્જર ન બેસાડવા માટે પ્રાંત અધિકારીએ ધાનેરા ટ્રાફિક પોલીસને જાણ કરવા છતાં ટ્રાફિક જમાદાર માયારામની માયાથી પેસેન્જર વાહનો બેફામ મોટા પ્રમાણમાં પેસેન્જરો ભરીને અવર જવર કરી રહ્યા છે. ધાનેરાથી ડીસા તરફ જતી ઇક્કો ગાડીમાં ૧૫ થી ૨૦ પેસેન્જરો ભરવામાં આવે છે. તેમજ ગામડાઓમાંથી આવતા ગાડીવાળાઓ પણ ૨૫ થી ૩૦ પેસેન્જરો ભરીને ધાનેરા આવતા હોય છે અને આ લોકોને મોઢા ઉપર માસ્ક પણ હોતા નથી. અને ટ્રાફિક
પોલીસ દ્વારા આવા વાહન ચાલકોને દંડવામાં આવતા નથી ત્યારે જે લોકો પોતાની પ્રાઇવેટ ગાડીમાં ત્રણ હોય કે બાઇક ઉપર બે લોકો હોય તો તેમને માસ્ક વગર દંડવામાં આવી રહ્યા છે.  કેમકે આ સટલીયાવાળા લોકોને દંડવામાં આવે તો માયારામની માયામાં ઘટ પડે છે. માટે આ બાબતે પોલીસવડા ધાનેરામાં ટ્રાફિકમાં લોકોને બદલીને ધાનેરાની ટ્રાફિક સમસ્યા હલ કરાવે તે જરૂરી બન્યુ છે.

Download Our B K News Today App



Related News