પાલનપુર નજીકથી રિઢો વાહન ચોર ઝબ્બે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-04 11:59:31
  • Views : 535
  • Modified Date : 2019-08-04 11:59:31

બનાસકાંઠા લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમે પાલનપુર નજીકના દેવપુરાના પાટીયા પાસેથી ચોરીની જીપ સાથે વાવ તાલુકાના લોદ્રાણીના એક શખ્સને ઝડપી લીધો હતો. જેની પુછતાછમાં તેણે અગાઉ પંદરથી વધુ વાહન ચોરી કર્યા હોવાનું કબુલ્યુ હતુ. પોલીસે તેની
પાસેથી બે વાહનો કબ્જે લઇ વધુ તપાસ હાથ ધરી છે.
બનાસકાંઠા જિલ્લા
પોલીસવડા પ્રદિપ સેજુલની સૂચનાથી લોકલ ક્રાઇમ બ્રાંચના પીઆઇ પી. એલ. વાઘેલા,
પીએસઆઇ એ. એ. ચૌધરી સ્ટાફના કુલદિપસિંહ, મિલનદાસ સાથે પાલનપુર – ડીસા હાઇવે ઉપર દેવપુરાના
પાટીયા પાસે નાકાબંધી કરી હતી. જે દરમિયાન નંબર પ્લેટ વિનાની ડીઆઇ જીપ ઉભી રખાવી તેના ચાલક વાવ તાલુકાના લોદ્રાણી ગામના કનુ ઉર્ફે દિનેશ રામાભાઇ વાલ્મિકીની પુછતાછ કરતાં તેણે આ જીપ ધાનેરા સરકારી દવાખાના આગળથી ચોરી કરી હોવાનું જણાવ્યું હતું. આ
ઉપરાંત ભીલડી સોયલા ફાટક
પાસેની સોસાયટીમાંથી બાઇક નં. જીજે. ૦૨. એફ. ૪૮૯૪ની પણ ચોરી કરી હતી. પરંતુ તે બંધ પડતાં પાલનપુર ડીસા હાઇવે નજીક રસાણા ગામના બસ સ્ટેન્ડ પાછળ વાડમાં બિનવારસી મુકી દીધું હતું. તેમજ ધાનેરા સનરાઇઝ શોપિંગની પાછળથી એક ડીઆઇ ગાડી નં. જીજે. ૨. એસી. ૬૫૮૦ની ચોરી કરી હોવાની પણ કબુલાત કરી હતી. jabbe

Download Our B K News Today App



Related News