પેટ્રોલ ડીઝલના વધતા જતા ભાવો વચ્ચે વાહન ચાલકોને વધુ એક ભાવનો ફટકો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-01 11:52:21
  • Views : 303
  • Modified Date : 2021-04-01 11:52:21

નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા ટોલપ્લાઝા પર  ફાસ્ટેગની સુવિધા શરૂ કરાયા બાદ વાહનચાલકોને ૧ લી એપ્રિલથી ટોલટેક્ષમાં પણ વધારો ઝીકાઇ રહ્યો છે.
મળતી માહિતી અનુસાર
પાલનપુરથી સામખિયારી નેશનલ હાઈવે પર આવેલા ટોલપ્લાઝા પર ટોલટેક્ષના ભાવોમાં ૪ થી ૫ ટકા વધારો થઇ રહ્યો છે. નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ૨૬/૩/૨૧ ના પત્ર અન્વયે સુધારેલ યુઝર ફીના દરની મંજુરી સંદર્ભે ૧ લી એપ્રિલના મધ્ય રાત્રીથી નવો દર લાગુ કરવામાં આવશે. જેને લઇ વાહનચાલકોને વધતાં જતાં પેટ્રોલ ડીઝલના ભાવોની સાથે ટોલ ટેક્ષમાં પણ વધારો ઝીંકાતા વાહન ચાલકોમાં રોષ જાેવા મળી રહ્યો છે.

Download Our B K News Today App



Related News