ડીસા થરા ફોરલેન માર્ગ પર ડીવાઈડર વચ્ચે ઘટાટોપ વૃક્ષ આખલાઓ માટે આશીર્વાદ રૂપ ઃ વાહન ચાલકો માટે જાેખમી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-17 11:33:40
  • Views : 358
  • Modified Date : 2020-12-17 11:33:40

બનાસકાંઠા જિલ્લાના ડીસા થરા ફોરલેન માર્ગ પર ડીવાઈડર વચ્ચે ઉભેલા વૃક્ષ ઘટાટોપ અવસ્થામાં જાેવા મળી રહ્યા છે. વાહન ચાલકોની સવલતને ધ્યાને રાખી ડીવાઈડર વચ્ચે ઉગાડવામાં આવતા વૃક્ષ રાત્રી દરમિયાન સામસામે આવતા વાહનોની હેડ લાઈટ એકબીજાને આંખો ના અંજાય તેવા શુભ આશયથી ઉછેરવામાં આવે છે પરંતુ આ વૃક્ષ   ઘટાટોપ રૂપ ધારણ કરે છે ત્યારે અકસ્માત પણ નોતરતા હોય છે કારણ કે ગીચ ઘટાટોપ વૃક્ષમાં ડીવાઈડર વચ્ચે નધણિયાતા આખલા ગાયો આસરો લેતા હોય છે અને ડીવાઈડર વચ્ચે ઘટાટોપ વૃક્ષમાં લપાઈ
છુપાઈને ઉભેલા તેમજ બેઠેલા હોય છે.  જેથી પસાર થતા વાહન ચાલકોને દેખાતા હોતા નથી અને ઓચિંતા આખલાઓ ડીવાઈડરના વૃક્ષ વચ્ચેથી ઝઘડતા ઝઘડતા રોડ વચ્ચે આવી જતા હોય છે જેના કારણે પસાર થતા વાહન ચાલકો એકાએક અકસ્માતનો ભોગ બનતા હોય છે. અને આવા અકસ્માતમાં મોટાભાગે નાના વાહન ચાલકો અકસ્માતે મોતના મુખમાં ધકેલાઈ જતા હોય છે.
જાેકે આવા કેટલાયે અકસ્માતો સર્જાઇ પણ ચૂકયા છે અને નિર્દોષ વાહન ચાલકો અકાળે મોતને પણ ભેટયા છે. તેના કારણે કેટલાયે નિર્દોષ વ્યક્તિઓના પરીવાર પણ રઝળ્યા છે. હાલમાં પરિસ્થિતિ જાેતા ડીસા થરા ફોરલેન માર્ગ પર રોડ વચ્ચે ડીવાઈડર વચ્ચે ઉભેલા વૃક્ષ ઘટાટોપ અવસ્થામાં આખલા ગાયો માટે આશ્રય સ્થાન બની રહ્યા છે. જેમાં વાહન ચાલકો માટે અકસ્માત નોતરવારૂપ થઈ રહ્યા હોઈ નિર્દોષ  વાહન ચાલકોની સલામતીને ધ્યાને લઈ સત્વરે હાઈવે ઓથોરિટી દ્વારા ડીસા થરા ફોરલેન માર્ગ પર વૃક્ષ કટીંગ કામગીરી હાથ ધરાય તે સમયની માંગ છે

Download Our B K News Today App



Related News