વડગામ વાયા ખરોડીયા પાલનપુર રોડથી વાહન ચાલકો પરેશાન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-10 10:28:33
  • Views : 410
  • Modified Date : 2019-07-10 10:28:33

વડગામથી વાયા ખરોડીયા વગદા થઈને પાલનપુર જતાં  જર્જરિત રોડને થીગડ થાગડ કરાતાં વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે. વાહનમાં બેઠેલા લોકો વગર ડેકલે ધુણતા હોય તેવો અહેસાસ લોકોને થઈ રહ્યો છે.
વડગામથી વાયા વગદા થઈને  પાલનપુર જતા રોડ ઉપર સવારથી સાંજ સુધી વાહનોની ભારે અવર જવર રહે છે. મોટા અને ભારે વાહન પણ આ રસ્તા ઉપરથી અવર જવર કરતા હોવાથી રોડ જર્જરિત બની ગયો છે. આ રોડને પેવર બનાવવાની જગ્યાએ માર્ગ અને મકાનના સત્તાધીશો દ્વારા કામ ચલાવું ધોરણે રોડ ઉપર આડેધડ થીગડ થાગડ કરી દેતાં સમગ્ર રોડ ઉબડ ખાબડ બની ગયો છે. જેના કારણે આ રોડ પરથી પસાર થઈ રહેલા વાહન ચાલકો અને લોકોની પરેશાનીઓ વધી ગઈ છે. ઉબડ ખાબડ રોડથી ત્રાહિમામ થઈ ઉઠેલા લોકો તંત્ર સામે રોષ પ્રગટ કરી રહ્યા છે. ત્યારે માર્ગ અને મકાન વિભાગ દ્વારા વડગામથી વાયા ખરોડીયા વગદા રોડને પેવર બનાવાય જેથી ચોમાસામાં લોકોની પરેશાનીઓ થતી અટકાવી  શકાય.


Download Our B K News Today App



Related News