દિયોદર પોલીસનો સપાટો લોકડાઉનનું પાલન ન કરતા વાહન ચાલકો દંડાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-06 11:51:09
  • Views : 565
  • Modified Date : 2020-04-06 11:51:09

કોરોના વાઇરસ સમગ્ર વિશ્વમાં સ્પીડ પકડી રહ્યો છે અને દેશ પ્રદેશમાં પણ તેજ ગતિએ વધારો થઈ રહ્યો છે.  તેમ છતાં લોકો નિષ્કાળજી પૂર્વક વર્તીને  લોકડાઉનનું પાલન કરવામાં ભણેલા ગણેલાઓની સંખ્યા પણ ઓછી નથી. ત્યારે દિયોદરમાં  વાહન ચાલકોને દિયોદર પોલીસે સખ્તાઈ પૂર્વક વર્તી અને લકોડાઉનનું પાલન ન થતું હોવાનું ધ્યાને આવતા ૩૮ થી પણ વધુ વાહનો ઉપર કાયદાનો કોરડો વિજ્યો હતો અને વાહનડિટેન કર્યા હતા. ચાલકોને પણ કડકાઈ પૂર્વક જણાવાયું હતું કે લોકડાઉન દરમિયાન વગર કામે બહાર ન નીકળો અને ઘરે જ રહીને દેશ અને સમાજની સાથે તમારા
પરિવારને પણ સુરક્ષિત રહેવા મદદરૂપ બનો નહી તો હવે ક્યાંય પણ રખડતા કે બિનજરૂરી ફરશો તો કાયદેસર દંડાશો.
આ બાબતે દિયોદર પોલીસે જણાવ્યું હતું કે લોકડાઉનનું
પાલન ન કરીને અને બિનજરૂરી રોડ ઉપર વાહન લઈને નીકળી પડતા રખડુઓને હવે ચલાવી નહીં લેવાય.


Download Our B K News Today App



Related News