ખેડૂતોએ માંગણી કરી ત્યારે પાણી ના છોડ્યું, હવે વગર માગ્યે ડેમમાં છોડ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-30 12:12:27
  • Views : 820
  • Modified Date : 2020-08-30 12:12:27

બનાસકાંઠા જિલ્લામાં ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ આવે તે પહેલાં જ ખેડૂતોએ વિરોધ શરૂ કર્યો છે. સી.આર.
પાટીલ આવવાના હોવાથી નર્મદાનું પાણી દાંતીવાડા ડેમમાં છોડવામાં આવ્યું હોવાની માહિતી મળતા જ દિયોદરના ખેડૂતોએ સરકાર સામે વિરોધ દર્શાવ્યો છે.  આ પાણી હવે ચાલુ જ રહેવું જોઈએ તેવી પણ માંગણી કરી ખેડૂતોએ કરી છે.
ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ આગામી ૩ ઓગસ્ટ ના રોજ બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે આવવાના છે. તે પહેલાં જ ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. ગઈકાલથી નર્મદાનું પાણી પાઇપલાઇન દ્વારા દાંતીવાડા ડેમમાં છોડવામાં આવી રહ્યું છે. જોકે આ પાણી સી.આર.પાટીલ આવવાના હોવાથી છોડવામાં આવતું હોવાની માહિતી મળતા જ ખેડૂતોએ સરકાર સામે વિરોધ દર્શાવ્યો છે. હકીકતમાં બનાસકાંઠામાં ચાંગાથી
દાંતીવાડા ડેમમાં સુધી પાઇપલાઇન નાંખવામાં આવી છે. જે પાઇપલાઇન દ્વારા અત્યારે નર્મદાના નીરથી  દાંતીવાડા ડેમમાં પાણી નાખવામાં આવે છે. અગાઉ દિયોદર તાલુકાના ખેડૂતોએ પાણીની વિકટ સમસ્યાના કારણે સરકાર પાસે આજ પાઇપલાઇન દ્વારા પાણી આપવાની વાત કરી હતી. પરંતુ સરકારે ખેડૂતોની આ માંગણી
પર ધ્યાન આપ્યું જ ન હતું. પરંતુ હવે જ્યારે સી.આર.પાટીલ આવવાના છે તેના બે દિવસ
પહેલા જ દાંતીવાડા ડેમમાં પાણી છોડવામાં આવી રહ્યું હોવાની માહિતી મળતા જ જિલ્લાના ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોનું માનીએ તો આ
પાણી માત્ર ને માત્ર ભાજપના નેતા આવવાના હોય, રાજકીય લાભ જોઈતો હોય કે ખેડૂતો ને ખુશ કરવા હોય તો જ છોડવામાં આવે છે. જેથી તેઓ વિરોધ દર્શાવી રહ્યા છે. અને સી. આર. પાટીલના ગયા બાદ પણ જો પાણી ચાલુ નહિ રાખવામાં આવે તો જિલ્લાના ખેડૂતો સરકાર સામે ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે.

Download Our B K News Today App



Related News