વડોદરામાં વોર્ડ નંબર 13 એક બેઠકની પેટાચૂંટણીમાં નિરસ મતદાન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-22 17:20:16
  • Views : 343
  • Modified Date : 2019-10-22 17:20:16

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ નંબર 13 ખાલી પડેલી એક બેઠકની પેટા ચૂંટણીનું મતદાન સવારના આઠ વાગ્યાથી શરૂ થયું છે અને બપોરના 12 વાગ્યા સુધીમાં માત્ર 10 ટકા મતદાન થયું હતું અત્યાર સુધીનું મતદાન જોતા એમ લાગે છે કે ચૂંટણી નિરસ બની રહી છે. કોર્પોરેશનની પેટા ચૂંટણીમાં મતદારો મતદાનમાં ઝાઝો રસ બતાવતા નથી લોકો દિવાળીના તહેવારોની તૈયારીમાં હોવાથી ચૂંટણીથી દૂર રહ્યા હોય તેમ લાગે છે. જો કે આ વિસ્તારમાં છેલ્લા ઘણા મહિનાઓથી પીવાના પાણીની દુષિત પાણીની ગંદકી રોડ અને આરોગ્યલક્ષી કામગીરી પ્રત્યે કોર્પોરેશનની બેદરકારી બદલ મતદારોમાં રોષ જોવા મળી રહ્યો છે.અઠવાડિયા પહેલા પણ ચૂંટણી બહિષ્કારના બેનરો આ વોર્ડ વિસ્તારમાં જોવા મળ્યા હતા. 77 બૂથ પર 62, 444 વોટર્સ પોતાના મતદાન અધિકારનો ઉપયોગ કરવાના છે. કોંગ્રેસના કોર્પોરેટર જીતુ ઠાકોરના અવસાનથી ખાલી પડેલી બેઠક પર પેટાચૂંટણી યોજાઇ રહી છે. જેમાં ભાજપના ગોપાલ ગોહિલ અને કોંગ્રેસના દેવાંગ ઠાકોર વચ્ચે સીધો જંગ છે.દેવાંગ જીતુ ઠાકોરનો પુત્ર છે. સવારથી મતદાન શરૂ થયું ત્યારે ક્યાંય પણ વોટિંગ માટે લાંબી લાઈનો જોવા મળી ન હતી. મતદારો એકલદોકલ આવતા જતા હતા. મતદાન કેન્દ્રો પર પણ ચૂંટણી જેવો માહોલ જણાતો ન હતો. સવારે 8 થી 10 સુધીમાં માત્ર સાડા ચાર ટકા મતદાન થયું હતું. એ પછી બાર વાગ્યા સુધીમાં માંડ દસ ટકા વોટીંગ થયું હતું.

Download Our B K News Today App



Related News