વડોદરાના સાવલીની સાંઇ હોસ્પિટલ ફરી વિવાદમાં.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-06-05 17:22:50
  • Views : 112
  • Modified Date : 2023-06-05 17:22:50

વડોદરા જિલ્લાના સાવલીની સાંઈ હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે. એક પ્રસૂતાનું સારવાર દરમિયાન મોત થતા તેના પરિવારજનોએ હોબાળો કર્યો હતો. ઘટના કઇક એવી હતી કે 108 મારફતે સ્વજનો પ્રસૂતા સોનલ પાટણવાડીયાને સાવલીની સાંઇ હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં તબીબ આવે તે પહેલા જ બે નર્સે સિઝર કરીને ડીલીવરી કરી હતી.આ બેદરકારીને કારણે પ્રસૂતાનું મોત થયુ હોવાનો પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે. તબીબ વગર જ નર્સોએ કરેલી બેદરાકરીભરી કામગીરીથી પ્રસૂતાનો જીવ ગયાનો મૃતકના સ્વજનોએ આક્ષેપ કર્યો છે અને સાંઈ હોસ્પિટલની બેદરકારી મુદ્દે ફરિયાદ કરવા મૃતકના સગા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. મૃતકના પરિવારે ન્યાયની માગણી કરી છે.

Download Our B K News Today App



Related News