વડોદરાના મુખ્ય ટ્રાફિક સિગ્નલો બપોરે 1 થી 4 વાગ્યા સુધી આજથી બંધ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-04-05 14:58:22
  • Views : 20
  • Modified Date : 2025-04-05 14:58:22

સમગ્ર ગુજરાતની સાથે વડોદરામાં પણ આકરી ગરમી પડી રહી છે. બપોરના સમયે શહેરમા નીખલું પણ મુશ્કેલ બન્યુ છે. તો હવામાન વિભાગે ચાર દિવસ હીટ વેવની આગાહી કરી છે. ત્યારે વડોદરાના વાહનચાલકોને રાહત આપવા શહેર ટ્રાફિક પોલીસે મહત્વનો નિર્ણય કર્યો છે. લોકોનો ગરમીથી બચાવ થાય તેને ધ્યાનમાં રાખીને શહેરના મુખ્ય ટ્રાફિક સિગ્નલો આજથી બપોરે 1 થી 4 વાગ્યા સુધી બંધ રાખવાનો શહેર પોલીસ કમિશનર દ્વારા નિર્ણય લેવાયો છે. જોકે કેટલાક નાના જંકશન ઉપર ટ્રાફિક સિગ્નલો કાર્યરત રહેશે. 

ગરમીથી બચવાના ઉપાય કરવા

ગરમીમાં બપોરના સમયે વધુ વખત તાપમાં રહેવાથી લૂ લાગવાના અને સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડી શકે છે. પરિણામે બપોરના સમયે મુખ્ય માર્ગો સુમસામ થઈ જતા હોય છે. આ ઉપરાંત ટ્રાફિક સિગ્નલો પર વધુ સમય વાહનો ઉભું રાખવું હિતાવહ નથી. જેથી શહેરીજનોની સુખાકારી માટે અને ગરમીથી બચાવના ઇરાદે આજથી મુખ્ય ટ્રાફિક સિગ્નલો બપોરે 1 વાગ્યાથી 4 વાગ્યા સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. જોકે આમ છતાં વાહનચાલકોએ શિસ્ત ભંગ કરીને અકસ્માત થાય એવી રીતે વાહન ચલાવવું નહીં.

Download Our B K News Today App



Related News