વડોદરામાં ગાજવીજ સાથે એક જ રાતમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-07-22 15:06:03
  • Views : 112
  • Modified Date : 2023-07-22 15:06:03

વડોદરામાં મોડી રાત્રે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. વડોદરામાં રાત્રીના 2 વાગ્યા બાદ પડેલા ધોધમાર વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. વડોદરામાં એક જ રાતમાં 5 ઇંચ વરસાદ વરસ્યો છે. તો પાદરામાં પણ 4 ઇંચ વરસાદ ખાબક્યો છે.વડોદરામાં રાત્રી દરમિયાન ગાજવીજ સાથે વરસેલા વરસાદના કારણે ગોરવાના રાજીવનગરમાં પાણી ભરાયા છે. તો કેટલાક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે. જેના કારણે સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

Download Our B K News Today App



Related News