વડોદરા પોલીસ દ્વારા બહારથી આવતા લોકોનું ચેકિંગ, શંકાસ્પદ પ્રવૃત્તિ અંગે જાણ કરવા અપીલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-05-10 17:12:08
  • Views : 47
  • Modified Date : 2025-05-10 17:12:08

વડોદરા શહેર પોલીસ દ્વારા ગઈકાલે રાતથી બહારથી આવતા હોય તેવા લોકોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. 

વડોદરા પોલીસે આંતરિક સુરક્ષાના ભાગરૂપે કેટલાક મહત્વના પગલાં લીધા છે. જેમાં ખાનગી સિક્યુરિટી એજન્સીના 10,000 જેટલા કર્મચારીઓની પણ મદદ લેવામાં આવી છે. જ્યારે સાયબર સેલની બે ટીમો દ્વારા દેશવિરોધી પ્રવૃત્તિઓ ને લગતા તેમજ સેનાનું મનોબળ તોડતા મેસેજ ઉપર નજર રાખવામાં આવી રહી છે. 

પોલીસ દ્વારા વડોદરામાં જુદી જુદી 20થી વધુ જગ્યાએ નાકાબંધી કરીને બહારથી આવતા હોય તેવા લોકોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. નોંધનીય છે કે તાજેતરમાં જ પોલીસ દ્વારા બાંગ્લાદેશીઓના સર્ચ ઓપરેશન માટે 2000થી વધુ શકમંદો ને ચેક કરવામાં આવ્યા હતા.

Download Our B K News Today App



Related News