વડોદરા: ગેસ એજન્સી આપવાના નામે ઓનલાઈન ઠગોએ ૮.૮૯ લાખ પડાવી લીધા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-10-18 18:32:19
  • Views : 173
  • Modified Date : 2024-10-18 18:32:19

વડોદરાના આધેડ વયના એક પુરુષને ગેસ એજન્સી અપાવવાના નામે ઓનલાઇન ઠગોએ રૂપિયા પડાવી લીધા હોવાનો કિસ્સો બનતા સાયબર સેલે તપાસ હાથ ધરી છે.સુભાનપુરા વિસ્તારના પરમેશ્વર પાર્કમાં રહેતા સંજયભાઈ પટેલે અદાણીની ગેસ એજન્સી માટે જાહેરાત જોઈ સંપર્ક કરતા ઓનલાઇન ઠગોએ તેમને એજન્સી આપવાના નામે વિશ્વાસમાં લીધા હતા. ત્યારબાદ ઠગોએ જુદા જુદા કારણસર ૮.૮૯ લાખ બેંકમાં ટ્રાન્સફર કરાવી લીધા હતા. પરંતુ ત્યારબાદ એજન્સી કે રૂપિયા નહીં મળતા સંજયભાઈ ને શંકા ગઈ હતી. તેમણે સાયબર સેલને જાણ કરતા ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News