વડોદરાની યુવતીના દિલ્હીના યુવક સાથે લગ્ન થયા બાદ દહેજમાં કાર માગી, પતિએ પત્નીને ઢોર માર માર્યો, પતિને જેઠાણીની બહેન સાથે અનૈતિક સંબંધ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-13 15:26:52
  • Views : 264
  • Modified Date : 2021-03-13 15:26:52

    વડોદરા શહેરની યુવતીના દિલ્હીના યુવક સાથે લગ્ન થયા બાદ કાર માટે પતિએ પત્નીને મારી શારીરિક અને માનસિક ત્રાસ આપી દહેજ પેટે રૂપિયા 5 લાખની માગ કરતાં પત્નીએ પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેઠાણીની બહેન અને પતિ વચ્ચે અનૈતિક સંબંધો હોવાની જાણ પણ પત્નીને લગ્ન પછી થઈ હતી. પોલીસે આ મામલે દહેજપ્રથા અને સ્ત્રી અત્યાચારની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

    વર્ષ 2019 દરમિયાન વડોદરા શહેરના બાજવા કરોળિયા રોડ પર રહેતી યુવતીના લગ્ન દિલ્હીના બેગમપુર ખાતે રહેતા મુકેગિરિ ગોસ્વામી સાથે સમાજના રીતરિવાજ મુજબ થયા હતા. લગ્નના દસ દિવસ બાદ પતિએ તારા પિતાએ લગ્નમાં કાર આપી નથી અને બાઈક લઈ આવ્યા, જેથી કાર લાવવાનું કહી દે નહીં તો તને રાખીશું નહીં, એમ જણાવી પત્નીને મહેણાં-ટોણા મારવાનું શરૂ કર્યું હતું.

    જેઠાણી જણાવતી હતી કે તારા પતિ સાથે મારી બહેનના લગ્ન થવાના હતા, પણ તારા લગ્ન થઈ ગયા છે. તારા પિતા કાર નહીં આપે તો છૂટાછેડા કરી મારી બહેનના લગ્ન કરાવી દઈશું. જોકે થોડા સમય અગાઉ જેઠાણીનું નિધન થયું હતું. જેઠાણીની બહેન અને પતિ વચ્ચે અનૈતિક સંબંધો હોવાની જાણ પણ પત્નીને લગ્ન પછી થઈ હતી. ત્યાર બાદ પતિ પત્નીને વતન ઉત્તરપ્રદેશ લઈ જઈ માર મારતાં તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી,. જ્યાંથી યુવતીના પિતા તેને વડોદરા પરત લઇ આવ્યા હતા. પત્નીને તેડી જવા માટે પતિ કાર માટે રૂપિયા 5 લાખ માગતાં પત્નીએ પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.


Download Our B K News Today App



Related News