વડોદરાનો કોન્સ્ટેબલ રહસ્યમય સંજોગોમાં ગુમ, 'મને મારા દાદા બોલાવે છે અને હું જઉં છું' ઘરમાંથી ચિઠ્ઠી મળી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-06-10 13:33:48
  • Views : 121
  • Modified Date : 2025-06-10 13:33:48

 વડોદરાના બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ સોમવારે ઘરે એક ચિઠ્ઠી લખીને નીકળી ગયા છે જેના પગલે પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરાના પાણીગેટ વિસ્તારમાં આવેલી નવા પોલીસ લાઈનમાં રહેતા અલ્પેશભાઈ ખોડાભાઈ (મૂળ રહેવાસી બનાસકાંઠા, વાવ: વેજિયા) બાપોદ પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. અગાઉ તેઓ કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં નોકરી કરતા હતા. કારેલીબાગ પોલીસ સ્ટેશનના આખા સ્ટાફની સાગમટે બદલી થતાં અલ્પેશભાઈની પણ બદલી થઈ હતી અને તેઓને બાપોદ પોલીસ સ્ટેશનમાં પોસ્ટીંગ આપવામાં આવ્યું હતું. 

બાપોદ પોલીસ સ્ટેશનમાં એલઆઈબીમાં ફરજ બજાવતા અલ્પેશભાઈ ગઈકાલે રાત્રે 10:30 વાગે પોલીસ સ્ટેશનથી ઘરે આવ્યા હતા અને ત્યારબાદ કોઈને કશું પણ કહ્યા વગર જતા રહ્યા હતા. પરિવારે શોધખોળ હાથ ધરી હતી પરંતુ તેમનો મોબાઇલ પણ સ્વીચ ઓફ બતાવતો હતો. ઘરમાં તપાસ કરતા એક ચિઠ્ઠી મળી આવી હતી જેમાં લખ્યું હતું કે 'મને મારા દાદા બોલાવે છે અને હું ત્યાં જવું છું'. બનાવ અંગે પાણીગેટ પોલીસે જાણવા જોગ નોંધ લઈ ગુમ થયેલા કોન્સ્ટેબલની શોધખોળ હાથ ધરી છે.

 

Download Our B K News Today App



Related News