વડોદરા બન્યું આઉટ સોર્સિંગનું હબ, વર્ષે 10 હજારને રોજગારી, રૂ.120 કરોડની કમાણી, 20%નો ગ્રોથ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-12 13:06:25
  • Views : 383
  • Modified Date : 2020-09-12 13:06:25

બે દાયકા અગાઉ મેડિકલ ટ્રાન્સકીપ્શનનું કામ આઉટ સોર્સિંગમાં વડોદરામાં આવ્યું હતું. જેમાં US અને UK જેવા દેશોનો કંપનીમાંથી કોલ સેન્ટર થકી જે બોલવવામાં આવે તે વડોદરામાં કોન્ટેક ધરાવતી કંપનીનો કર્મચારી કમપ્યુટરમાં ટાઇપ કરે અને તેમાં પ્રતિ શબ્દ મુજબ ચુકવણું કરવામાં આવતું હતું. જેમાં 1 મિનિટમાં ઓછા 25થી 50 શબ્દની ટાઇપ સ્પીડ જરૂરી હતી.હાલમાં બિઝનેસ પ્રોસેસિંગ આઉટ સોર્સિંગ, લીગલ પ્રોસેસિંગ આઉટ સોર્સિંગ, નોલેજ પ્રોસેસિંગ આઉટ સોર્સિંગ અને રિક્રુમેન્ટ પ્રોસેસિંગ આઉટ સોર્સિંગનો બિઝનેસ વડોદરાને મળી રહ્યો છે. જેમાં ડોક્યુમેન્ટેશ, સ્ટાફિંગ, લીગલ, એકાઉન્ટિંગના કામોને પ્રધાન્યતા આપવામાં આવી રહ્યા છે. જેમાં 10 હજાર યુવાનો સીધી કે આડકતરી રીતે રોજગારી મેળવી રહયા છે. આ 4 પ્રકારના આઉટ સોર્સિંગ થકી 20 %નો વાર્ષિક ગ્રોથ થઈ રહ્યો છે અને વર્ષે 120 કરોડ રૂપિયાની કમાણીનો અંદાજ છે. ગ્લોબલાઈઝેશનના યુગમાં ટેક્નોલોજીના સથવારે એકાઉન્ટિંગ અને નોલેજ તેમજ રિક્રુટમેન્ટ આઉટ સોર્સિંગના કામોનું ભવિષ્ય ઉજ્જવળ છે. સી એ હિતેશ અગ્રવાલે જણાવ્યુ હતું કે, પે રોલ, વિદેશોના એકાઉન્ટિંગના કામો વડોદરામાં આવી રહ્યા છે. આ સિવાય, બુક પબ્લિકેશનના કામોની માંગ વધી રહી છે.વડોદરા અને તેની આસપાસ યુનિવર્સિટીઓ આવેલી છે અને વડોદરા એ શૈક્ષણિક હબ છે. દેશના જુદા-જુદા રાજ્યોના તેમજ વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ માટે વડોદરા આવે છે. આવા વિદ્યાર્થીઓની અંગ્રેજી ભાષા પર પકડ હોવાથી વિદેશથી આવતી આઉટ સોર્સિંગની કામગીરી સારી રીતે કરી શકે છે અને તેના કારણે વડોદરા અને આવા કામો વધુ મળી રહે છે.2018 - 100 કરોડ રૂપિયા

2019- 110 કરોડ રૂપિયા
2020 - 120 કરોડ રૂપિયા
2021 - 144 કરોડ રૂપિયા(સંભવિત)આ ભાગમાં ડોક્યુમેન્ટેશન અને સર્વિસ લેવલની કામગીરીનું આઉટ સોરસિંગમાં કરવામાં આવે છે અને વડોદરાથી લગભગ 75 ફર્મ તેની કામગીરી કરી રહ્યું છે.આ ભાગમાં ડોક્યુમેન્ટ્સનો અભ્યાસ કરવામાં આવે છે અને તેમાં જરૂરી જાણકારી અને માહિતી પુરી પાડીને જે જે કંપનીને પુરી પાડે છે. વડોદરામાં આ કામગીરી 50 ફર્મ કરી રહી છે.આ ભાગમાં કાયદાકિય બાબતોનો અભ્યાસ કરવાનો હોય છે. કલાઇન્ટ કંપનીની લીગલ એટલે કે કાયદાકીય માર્ગદર્શન પુરૂ પાડવાનું હોય છે અને તેમાં પણ 50 ફર્મ કાર્યરત છે.આરપીઓ તરીકે પ્રચલીત આ કામગીરીમાં વિદેશી કંપની કે દેશની જાણીતી કંપનીના કોઈ કામચલાઉ પ્રોજેકટ માટે જરૂરી મેન પાવરની ભરતી કરવામાં આવે છે અને આવી ફર્મ તેના પે રોલ પર ભરતી કરીને ચોક્કસ સમય મર્યાદા માટે તેમની એક્સપરટાઇઝ નો ઉપયોગ કરે છે. જેના માટે વડોદરામાં 100 ફર્મ કાર્યરત છે અને તેમાં વધારો પણ થઈ રહ્યો છે.વિદેશી કંપનીઓના કર્મચારીઓના પે રોલ એટલે કે પગાર પાવતી તૈયાર કરવાની અને ઓનલાઈન ચેક કરી શકે તે માટે ખાસ મોબાઈલ એપ બનાવી આપવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે.વિદેશી કંપનીઓની પ્રોફિટ લોસ બેલેન્સ શીટ પણ આઉટ સોર્સિંગથી બનાવાય છે અને તેમાં કોર્પોરેટ ટેક્સની પણ વધારાની સેવા પણ માંગ મુજબ પુરી પાડવામાં આવે છે.વિદેશના લીગલ ફંડ્સ વડોદરાથી મેન્ટઇન થઇ રહયા છે.આપણા દેશમાં જેમ પીએફ છે તેમ વિદેશમાં અલગ જાતના ફંડ્સ આવેલા છે.જેના માટે એકાઉંટિંગ ક્ષેત્રે માંગ હોય છે અને આઉટ સોર્સિંગમાં વિદેશના લીગલ ફંડસની માહિતી ભેગી કરવી, બુક કિપિંગમાં સાચવણી કરવી,સોફ્ટવેર એકાઉંટિંગ રાખવું જેવી કામગીરી પણ વડોદરામાં થઈ રહી છે.વડોદરાની આસપાસ કેમિકલ, ફાર્મા,બાયોટેક,એન્જીનિયરિંગના એકમો આવેલા છે. રીફોર્મ સ્ટ્રેટેજિસ્ટ ડો.જયેશ શાહે જણાવ્યું હતું કે, કેમિકલ અને ફાર્મા ઉધોગો માટેનું રો મટીરીયલ મોટાભાગે ચાઇના થી આવે છે અને રો મટીરીયલ મામલે આપણે આત્મનિર્ભર બનવાનું શરૂ કરી દીધું છે .જે જોતા આગામી પાંચ વર્ષમાં સંભવત સંપૂર્ણપણે આત્મનિર્ભર બની શકીશું 2020-21ના નાણાકીય વર્ષના ત્રીજા અને ચોથા ક્વાર્ટરમાં ઉત્પાદન વેગ પકડે તેવી સંભાવના જોતાં તેઓ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે કેમિકલ ફાર્મા બાયોટેક અને એન્જિનિયરિંગ ક્ષેત્રે પાંચ ટકાનો ગ્રોથ આગળ વધશે.પાંચ વર્ષમાં ગુજરાતમાં 2.44 લાખ કરોડનું રોકાણ થયું છે અને વડોદરામાં પણ 127 પ્રોજેક્ટમાં 9347 કરોડનું રોકાણ થયું છે અને વડોદરાની આંતરમાળખાકીય સુવિધા જોતા આગામી પાંચ વર્ષ માટે 25 હજાર કરોડ રૂપિયાનું રોકાણ આવી શકે છે તેવું લાગી રહ્યું છે. ઉદ્યોગ આગેવાન જે કે શર્માએ જણાવ્યું હતું કે આગામી સમયમાં સપ્લીમેન્ટ(ન્યુટ્રી)અને એનર્જી ક્ષેત્રમાં સ્થિત ગ્રોથ રેટ જોવા મળશે .વડોદરાની આસપાસ વાયર લઈને ટ્રાન્સફોર્મર બનાવતી કંપનીઓ આવેલી છે અને આગામી સમયમાં પ્રવૃત્તિને બનતી બનાવવા માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ના નિર્માણ પર ભાર મુકવામાં આવશે.

Download Our B K News Today App



Related News