વડોદરા અને વલસાડે ગુડ્સ ટ્રેનનાં 36 ઇલેક્ટ્રિક એન્જિન રતલામને ભેટ આપ્યાં

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-12 14:33:56
  • Views : 312
  • Modified Date : 2020-02-12 14:33:56

દિલ્હી-મુંબઇ સાથે મહુ-રતલામ-ચિત્તોડગઢ રૂટની ટ્રેનો પણ થોડા જ સમયમાં રતલામના ડીઝલ શેડનાં ઇલેક્ટ્રિક એન્જિનથી દોડતી થશે.જેમાં વડોદરા અને વલસાડથી ફેબ્રુઆરીમાં 26 ઇલેક્ટ્રિક એન્જિન રતલામ પહોંચ્યાં છે. આ પહેલાં જુલાઇ 2019માં 10 એન્જિન અપાયાં હતાં. બે તબક્કામાં વડોદરા અને રતલામ ડિવિઝનમાંથી 36 ઇલેક્ટ્રિક એન્જિન રતલામને ભેટમાં મળ્યાં છે. આમ વડોદરા અને વલસાડથી મળેલાં એન્જિન પર રંગકામ કરી તેની પર લખાયેલું વડોદરા અને વલસાડ ભૂંસીને રતલામ પણ લખી દેવાયું છે.રતલામથી ચંદેરિયા સુધી ઇલેક્ટ્રિફિકેશનનું કામ પૂર્ણ થતાં પહેલાં પેસેન્જર ટ્રેનનાં એન્જિન અપાશે. રેલવેનો ટાર્ગેટ એક વર્ષમાં રતલામ શેડને 100 ઇલેક્ટ્રિક એન્જિન આપવાનો છે.તેના આવાગમન માટે ટ્રિપ શેડથી ડીઝલ શેડ સુધી ઇલેક્ટ્રિક લાઇન પાથરી દેવાઈ છે. હાલ કર્મચારીઓને વલસાડ, વડોદરા અને દાહોદ વર્કશોપમાં ટ્રેનિંગ અપાઈ છે. રતલામના ડીઝલ શેડમાં 450 કર્મચારી છે. તેમાં 250થી વધુને ઇલેક્ટ્રિક એન્જિનના સમારકામ માટે ટ્રેઇન કરાઈ રહ્યા છે. આ સાથે નવાં મશીનો લગાવીને શેડનું મોડર્નાઇઝેશન પણ કરાઈ રહ્યું છે. રતલામના શેડમાં પાંચ પિટલાઇન, એક શોફ્ટમશીન, એક ટાયર ટર્નિંગ મશીન સહિત અન્ય ઇન્ફાસ્ટ્રક્ચર પહેલેથી જ હોવાથી કર્મચારીઓને સરળતા રહેશે.ડીઝલ શેડને 36 એન્જિન મળી ચૂક્યાં છે.તેમાં ગુડ્સ વર્કિંગ કરાવાઈ રહ્યું છે.જુલાઇમાં ડીઝલ શેડને વલસાડ અને વડોદરાથી જ 10 ઇલેક્ટ્રિક એન્જિન મળ્યાં હતાં. કર્મચારીઓની ટ્રેનિંગ અને પ્રારંભિક પરિવર્તન બાદ ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં સમારકામ શરૂ કરાયું હતું. સપ્ટેમ્બરમાં પહેલું એન્જિન તૈયાર કરી લેવાયું હતું. - એસ.પી ગુપ્તા, સુનિયર ડીએમઇ, ડીઝલ વડોદરા લોકો શેડ પાસે વિવિધ મોડેલનાં અંદાજિત 234 અને વલસાડ લોકો શેડ પાસે 100 ઇલેક્ટ્રિક એન્જિન હતાં. આ એન્જિનમાંથી રતલામ શેડને ગુડ્સ ટ્રેન ચલાવવામાં કામે આવે તેવાં 36 એન્જિન અપાયા છે. મહત્તમ એન્જિન વડોદરા ડિવિઝનમાંથી આપવામાં આવ્યાં હોવાનું જાણવા મળ્યું છે. રતલામને ભેટ કરાતાં હવે બંને શેડમાં એન્જિનની સંખ્યામાં ઘટાડો થયો છે.

Download Our B K News Today App



Related News