એસિડ એટેકની ધમકી આપનાર આરોપી ન પકડતા વડનગર બંધ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-03 12:06:41
  • Views : 451
  • Modified Date : 2019-09-03 12:06:41

મહેસાણા જિલ્લાના વડનગર ખાતે હિંદુ સમુદાય તેમજ મુસ્લિમ સમુદાયના  લોકો  છેલ્લા ઘણા સમયથી  શાંતિપ્રિય તેમજ વસુધૈવ કુટુંબકમની ભાવના સાથે રહેતા હતા. આમ આ વિસ્તારમાં મુસ્લિમ સમાજના લોકોની સંખ્યા વધુ જાવા મળે  છે.પરંતુ ભૂતકાળમાં  થયેલા ગોધરા કાંડને  પગલે  જ્યારે  રાજ્યભરમાં કોમી તોફાનો ફાટી નીકળ્યા હતા. તેવા સમયે પણ હિંદુ  સમુદાયના  લોકો દ્વારા શાંતિ અને ભાઇચારાનું શ્રેષ્ઠ ઉદાહરણ પુરૂં પાડ્યું હતું.
પરંતુ તાજેતરમાં એક કિસ્સો પ્રકાશવામાં આવ્યો જેમાં વર્તમાન સમયમાં વડનગરની દિકરી કે  જે વડનગરના રહેવાસી છે. જેઓ માઇક્રોબાયોલોજીમાં અભ્યાસ કરે છે. જેની સાથે મુસ્લિમ સમાજના કેટલાંક શખ્સો દ્વારા વલ્લી મટકાંના ગોરખધંધા સાથે  સંકળાયેલા  મનસુરી શાહિદ મુનિરભાઇ દ્વારા પ્રેમનું નાટકી રચી દીકરીને પ્રેમજાળમાં ફસાવેલ. ત્યારબાદ બંનેની  મિત્રતા વધતા  સમય  જતા  તેમને  બ્લેકમેલિંગ  કરી  તેને શારિરીક તેમજ માનસિક શોષણ કરવામાં  આવેલ. ત્યારબાદ  યુવતી  દ્વારા  યુવકે  સાથે  વાતચીત કરવાની ના પાડવામાં આવતા દીકરી તેમજ તેના સમગ્ર પરીવાર પર એસિડ એટેક કરવાની ચિમકી આપવામાં આવી હતી.  જે સમગ્ર ઘટનાના પગલે વડનગર પોલીસ સ્ટેશન ખાતે એફ.આઇ.આર નં ૧/૫૫/૨૦૧૯ અંતર્ગત ઇપીકો
કલમ ૩૭૬ (એન),૩૨૩,૫૦૬ (૨) તેમજ પોક્સો એક્ટ કલમ ૪, ૬, ૧૨ અન્વયે ગુનો નોંધવામાં આવ્યો છે. તેમજ વડનગરની દિકરી સાથે બનેલી ઘટના બાદ સ્થાનિક મામલતદારને ૨૪  કલાકમાં  આરોપીની  ધરપકડ  કરવા માટેનું  આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું છે. તેમ છતાં હજુસુધી આરોપીની ધરપકડ થયેલ નથી તેથી સમગ્ર હિંદુ સમાજમાં આક્રોશ જાવા મળી રહ્યો છે. તેના વિરૂધ્ધમાં  સોમવારના રોજ સમગ્ર વડનગર બંધ રહ્યું હતું.
પરંતુ વર્તમાન સમયમાં છેલ્લા એકાદ બે વર્ષથી આજુબાજુના  તાલુકાઓ  જેવાકે  વિસનગર, ખેરાલુ  સહિતના વિસ્તારોમાં  ગુનાહિત  પ્રવૃતિઓ  વધવા પામી છે. જેમાં ખેરાલુ ખાતે ગતવર્ષે રામનવમીના પવિત્ર તહેવાર પ્રસંગે રામલલ્લાની  રથયાત્રા  પર  મુસ્લિમ  સમાજના  કેટલાંક  શખ્સો  દ્વારા હુમલો  કરવામાં  આવ્યો  હતો.  તેમજ  તાજેતરમાં વિસનગરમાં બપોરની  નમાજ અદા કર્યા બાદ મુસ્લિમ  સમાજના  ૧૫૦ થી ૨૦૦ વ્યક્તિઓના શસ્ત્ર ટોળાએ હિંદુ સમુદાયની  ઉપર  હુમલો  કરતા  મહોલ્લાના દરવાજાઓ  તોડી નુકશાન કરવામાં આવ્યું હતું. આમ વધુમાં ખેરાલુ  નગરમાં  શાળાઓમાં  અભ્યાસ  કરતા  હિંદુ  સમુદાયના વિદ્યાર્થીને  લીમડાના  ઝાડ  સાથે  બાંધીને  ઢોર મારવામાં આવ્યો  હતો.  લવ જેહાદ જેવી અનૈતિક ઘટનાઓ વચ્ચે  હિંદુ  સમુદાયની દિકરીઓનું શારીરિક કે માનસિક શોષણ કરવામાં  આવી રહ્યું  છે. વડનગર શહેરની પ્રતિષ્ઠિત એવી  સ્કૂલો  તથા  કોલેજા  આગળ  મુસ્લિમ  સમાજના કેટલાંક અસામાજીક  તત્વો  દ્વારા  વલ્લી -મટકાનો  ગોરખ  ધંધો ચલાવી હિંદુ સમુદાયના વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે.
આમ તાજેતરમાં યોજાઇ ગયેલી લોકસભા ચૂંટણીમાં વિસનગર કસ્બામાં  મતદાનમથક  ઉપર ગેરરીતિનો  ભાજપના એજન્ટ દ્વારા વિરોધ કરવામાં આવતા તેમને ઢોર માર મારી સમગ્ર બૂથ  કેપ્ચર કરવાની ઘટના સામે આવી હતી.

Download Our B K News Today App



Related News