જિલ્લામાં સૌથી વધુ વરસાદ દિયોદર તાલુકામાં

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-26 12:17:04
  • Views : 498
  • Modified Date : 2020-08-26 12:17:04

સમગ્ર ગુજરાતમાં આગાહી મુજબ મેઘ મહેરબાન થયો છે. ત્યારે ક્યાંય થોડો તો ક્યાંક સાબેલાધાર વરસાદ થયો છે. રાજ્યના અનેક જળાશયો ઓવરફ્લો થયા છે તો અનેક જળાશયોમાં નવા નીર આવ્યા છે.
અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે અને રોડ રસ્તાઓ અને ખેતરોમાં પાણી ભરાઈ જવાથી બેટમાં ફેરવાયા છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના તમામ તાલુકાઓમાં સાર્વત્રિક ધીમી ધારે વરસાદ વર્ષી રહ્યો છે. જેમાં જિલ્લામાં સૌથી વધુ દિયોદરમાં ૬ ઇંચથી પણ વધુ વરસાદ થતા ખેડૂતોમાં આનંદ સાથે વરસાદને લઈને ચિંતા જોવા મળી રહી છે. કપાસ, તલ, મગફળી સહિત બાગાયત પાકોમાં ફૂગજન્ય રોગ થવાની દહેશત વર્તાઈ રહી છે. તો ક્યાંક વરસાદને લઈને ખેડૂતોમાં આનંદ પણ જોવા મળી રહ્યો છે.  શહેરી વિસ્તારની
સોસાયટીઓમાં, ગ્રામીણ વિસ્તારોમાં, નીચાણવાળા વિસ્તારો, રોડ રસ્તાઓ અને ખેતરોમાં પાણી ભરાયાના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. આગાહી મુજબ હજુ પણ તાલુકામાં વરસાદ થાય તો અનેક ગામોના તળાવો ભરાઈ ઓવરફ્લો થઈ શકે છે. વરસાદને લઈને સમગ્ર દિયોદર પંથકમાં અંધારછાયું વાતાવરણ જોવા મળી રહ્યુ છે અને દિવસભર વરસાદી વતાવણ જોવા મળ્યું હતું. ત્યારે દિયોદર પંથકમાં હજુ પણ વરસાદ વરસી રહ્યો છે.

Download Our B K News Today App



Related News