દિયોદરમાં વધુ ભાવ ગ્રહકો પાસેથી વસુલતા હોવાની રાવ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-19 12:03:56
  • Views : 512
  • Modified Date : 2020-04-19 12:10:25

કોરોના સંકટ વચ્ચે લોકડાઉન દરમિયાન દિયોદરમાં પણ લોકડાઉનું સંપૂર્ણપણે પાલન થઈ રહ્યું છે. ત્યારે દિયોદર મામલતદાર પી.આર. ઠાકોરને દિયોદરમાં વેપારીઓ દ્વારા જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓના વધુભાવ લેવાતા હોવાની રાવ ા પગલે દિયોદર મામલદાર પી.આર. ઠાકોરની સૂચના અને માર્ગદર્શન હેઠળ  નાયબ મામલતદાર વાસુભાઈ પટેલ, મુકેશભાઈ પટેલ સાથે તોલમાપ અધિકારી પી.એમ. દેસાઈએ દિયોદરમાં ૧૫ દુકાનોનું સર્ચ કર્યુ. વધુભાવ વસુલતા ૧૫ દુકાનોની તપાસ હાથ ધરાઈ. જેમાં ૩ દુકાનોના વહેપારીઓ  દંડાયા હતા. જે દંડાયેલ દુકાનો  ભોલેનાથ કિરાણા સ્ટોર્સ ૨૦૦૦નો દંડ, બનાસ કિરાણા  સ્ટોર્સ ૨૦૦૦ નો દંડ, ઉપેન્દ્રકુમાર વલ્લભરામ મિતેશ મજેઠીયા ૫૦૦ નો દંડ ફટકાર્યો હતો.  તપાસ અધિકારી વાસુભાઈ પટેલે જણાવ્યું હતું કે તાલુકામાં કોઈપણ વહેપારીઓ ગ્રાહક પાસેથી જીવન
જરીરીયાતની ચીજવસ્તુઓના વધુ ભાવ વસુલશે કડકપણે કાર્યવાહી થશે.

Download Our B K News Today App



Related News