ડીસામાં-વધુ-એક-ચીલ-ઝડપ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-16 05:35:27
  • Views : 547
  • Modified Date : 2019-04-16 05:35:27

ડીસામાં લોકો સુરક્ષિત નથી તે સાબિત થઈ ગયું છે. દિન પ્રતિદિન વધતી જતી ગુન્હાખોરીની ઘટનાઓએ
પોલીસની કામગીરી સામે સવાલ ઊભા કરી દીધા છે. ત્યારે ગતરોજ બનેલ વધુ એક ઘટનામાં પૂજા કરીને પરત ફરી રહેલા શખ્સને ચીલ ઝડપનો ભોગ બનવાનો વારો આવ્યો હતો.
ડીસા શહેરમાં રહેતા અશોકભાઈ શાહ સોમવારે તેમના નિત્ય ક્રમ મુજબ સવારે ડીસા શહેરની આદિનાથ સોસાયટીમાં આવેલા દેરાસરમાં પૂજા કરવા ગયા હતા. પૂજા
પતાવીને અશોકભાઇ દેરાસરથી થોડાક પગલાં દૂર આવેલા તેમના નિવાસ સ્થાને પહોંચી રહ્યા હતા. તે દરમ્યાન અચાનક બાઇક પર આવેલા બે શખ્સો અશોકભાઇ શાહના ગળામાં રહેલા સોનાના દોરાની ચીલ ઝડપ કરીને ફરાર થઈ ગયા હતા.  આ ઘટના પલકવારમાં જ ઘટી ગઈ હતી. દેરાસરથી ઘર તરફ જતી વખતે બાઇક પર આવેલા બંને શખ્સો અશોકભાઇ શાહના ગળામાં રહેલો ત્રણ તોલાનો સોનાનો દોરો લઈને ફરાર થઈ ગયા હતા.
આ ઘટના ઉત્તર પોલીસ મથકની હદમાં બની છે અને વારંવાર ઉત્તર પોલીસ મથકની  હદમાં બનતી જતી ગુન્હાહિત ઘટનાઓ પોલીસની કામગીરી સામે પણ સવાલ ઊભા કરી રહી છે. વાહન ચકાસણીના નામે લોકોને પરેશાન કરતી ઉત્તર પોલીસ નગરજનોને સુરક્ષા આપવામાં ક્યારે સક્રિય બનશે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.

Download Our B K News Today App



Related News