રાજ્યના ૬૨ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સૌથી વધુ ૧૦ ઈંચ વરસાદ ઃ ખંભાળિયા તાલુકામાં સૌથી વધુ ૧૨ ઈંચ વરસાદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-09 11:17:31
  • Views : 594
  • Modified Date : 2020-07-09 11:17:31

રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન સૌરાષ્ટÙમાં મેઘમહેર યથાવત રહી છે. રાજ્યના ૬૨ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સરેરાશ સૌથી વધુ ૧૦ ઈંચ વરસાદ જેમાં ખંભાળિયા તાલુકામાં સૌથી વધુ ૧૨ ઈંચ વરસાદ, કલ્યાણપુરમાં ૧૧ ઈંચ, દ્વારકામાં ૯ ઈંચ, ભાણવડમાં ૮ ઈંચ વરસાદ નોંધાયો છે.
રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ તારીખ ૮મી જુલાઈ-૨૦૨૦ ને સવારે ૭.૦૦ કલાકે પુરા થતા ૨૪ કલાક દરમિયાન કચ્છ જિલ્લાના માંડવી તાલુકામાં ૧૮૩ મી.મી., મુંદ્રામાં ૧૮૧ મી.મી. તથા જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં ૧૭૯ મી.મી. એટલે કે ૭ ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. 
આ ઉપરાંત કુતિયાણામાં ૧૬૮ મી.મી., નખત્રાણામાં ૧૫૪ મી.મી., માણાવદરમાં ૧૩૯ મી.મી., લાલપુરમાં ૧૨૦ મી.મી., પોરબંદરમાં ૧૧૫ મી.મી. તથા વંથલીમાં ૯૯ મી.મી. મળી કુલ ૬ તાલુકામાં ૪ ઈંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે. રાણાવાવમાં ૯૫ મી.મી.,
ઉપલેટામાં ૮૮ મી.મી., જામનગરમાં ૮૪ મી.મી., અબડાસામાં ૭૬, કાલાવાડમાં ૭૪ મી.મી., મેંદરડામાં ૬૬ મી.મી., લખપતમાં ૬૦ મી.મી. તથા ધોરાજીમાં ૫૦ મળી કુલ ૮ તાલુકામાં બે ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત રાજ્યના અન્ય ૧૫ તાલુકાઓમાં એક ઈચથી વધુ અને અન્ય ૨૬ તાલુકાઓમાં અડધો ઇંચ કરતા વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.

Download Our B K News Today App



Related News