વઢિયાર પંથકમાં ચણાના પાકમાં ઇયળનો ઉપદ્રવથી ખેડૂતો પરેશાન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-24 18:04:31
  • Views : 407
  • Modified Date : 2019-12-24 18:04:31

વઢિયાર પંથકમાં ચણાના 15 હજાર હેક્ટરમાં ચણાના પાકનું વાવેતર કરવામાં આવ્યું છે.જેમાં વાદળછાયા વાતાવરણને કારણે ચણાના પાકમાં ઇયળનો ઉપદ્રવ થતા ખેડૂતોને પડતા પર પાટુ જેવી સ્થિતિ નિર્માણ પામી છે.આ પંથકના સમી તથા શંખેશ્વર તાલુકાના રણ વિસ્તારના ગામડાઓ લોલાડા, મુજપુર, દુદખા, નાયકા, સોનાર વરાણા વગેરે ગામડાઓમાં ચણાના પાકમાં ઇયળનો ઉપદ્રવ થતા ખેડૂતોના ઊભા મોલ નિષ્ફળ જવાના આરે આવીને ઊભો છે જે અંગે વસાભાઇ સોલંકીના જણાવ્યા પ્રમાણે મારા ખેતરમાં 15 વિઘામાં ચણાના પાકનું વાવેતર કર્યું છે વાદળછાયા વાતાવરણને કારણે ચણામાં લીલી ઈયળનો ઉપદ્રવ થયો છે જેમાં મોઘાભાવનું બિયારણ તથા અન્ય ખર્ચ માથે પડે તેવી સ્થિતિ નિર્માણ પામી છે. આ અંગે સમશેરપુરાના જાણકાર ખેડૂત નવીનભાઈ ગામીના જણાવ્યા પ્રમાણે સમી તાલુકામાં અંદાજે 7000 હેક્ટર જમીનમાં લીલી ઇયળનો ઉપદ્રવ થયેલ ઉપદ્રવને કારણે 10 ટકા ઉત્પાદનમાં ફરક પડી શકે તેમ છે.જેમાં ખેતીવાડી અધિકારી રાજનભાઈના જણાવ્યા પ્રમાણે વાદળછાયુ વાતાવરણ રહેતા ભદ્રાવડીની સંભાવના છે કવીનાલ ફોર્સ નામની દવા 1 પંપમાં 20 એમ.એલ નાખી સંટકાવ કરવાથી ઉપદ્રવને અટકાવી શકાય છે.

Download Our B K News Today App



Related News