કોલ્ડ સ્ટોરેજમાં બટાટાના ભાડા વધારા મામલે વિવાદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-06 11:56:16
  • Views : 249
  • Modified Date : 2021-02-06 11:56:16

બટાકા નગરી ડીસામાં કોલ્ડ સ્ટોરેજ એસોસિએેશન દ્વારા ભાડા વધારો કરાતા ભારતીય કિસાન સંઘ ઉગ્ર બન્યું છે. કિસાન સંઘે નાયબ કલેકટરને આવેદનપત્ર આપી કોલ્ડ સ્ટોરેજ એસોસિએેશન દ્વારા લેવાયેલા વધારાના ભાડાના ર્નિણયને મોકૂફ કરાવવા માટેની માંગ સાથે આવેદનપત્ર આપ્યું છે.
બનાસકાંઠામાં ડીસા અને તેની આજુબાજુના પંથકમાં સૌથી વધુ બટાકાની ખેતી થાય છે. બટાકા પર જ આ વિસ્તારના ખેડૂતો ર્નિભર છે. ત્યારે આ વર્ષે એકાએક કોલ્ડ સ્ટોરેજ એસોસિએેશન દ્વારા બટાકા સંગ્રહ માટે ના ભાવ વધારો કરી દેવાતા ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે. આજે ભારતીય કિસાન સંઘની આગેવાની હેઠળ ખેડૂતો તેમજ કિસાન સંઘના હોદ્દેદારોએ ડીસાના નાયબ કલેકટરને આવેદનપત્ર આપી  કોલ્ડ સ્ટોરેજ એસોસિએેશન દ્વારા કરાયેલો ભાવ વધારો ત્વરિત પાછો ખેંચાય તેની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ખેડૂતોની માંગ છે કે આ ભાવ વધારાના કારણે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થશે. જે પ્રકારે બટાકાના ભાવ ગગડયા છે. તે જાેતા જાે ભાવ વધારો પણ અમલમાં આવે તો ખેડૂતોને આત્મહત્યા કરવાના દિવસો આવશે.
કિસાન સંઘે ભાવવધારો પરત ખેંચવા માટે અલ્ટિમેટમ આપ્યું છે. જ્યારે કોલ્ડ સ્ટોરેજ એસોસિએશન તેમની માંગણી ઉપર અડગ છે. ત્યારે સવાલ એ છે કે કિસાન સંઘ અને ખેડૂતો તેમની માંગણીઓ મામલે કોઈ પરિણામ મેળવી શકે છે કે કેમ...?

Download Our B K News Today App



Related News