વડગામના પીલુચાથી ડાલવાણા વચ્ચે ચેન બ્લોક મશીનથી ૨ મીટર જગ્યાએ ૨ ફૂટે નાંખતા ખેડૂતો પરેશાન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-20 12:13:25
  • Views : 564
  • Modified Date : 2019-08-20 12:13:25

વડગામ તાલુકાના પીલુચાથી ડાલવાણા વચ્ચે બી.બી.એલ. કંપની દ્વારા ચેક લોકથી અંદર ગ્રાઉન્ડ પાઈપ નાંખવાનું કામ ચાલી રહી છે ત્યારે આ કામ રોડથી બે મીટર દૂર રાખવાની જગ્યાએ કોન્ટ્રાક્ટરે  એક થી બે ફૂટના અંતરે નાંખી છે. તો બીજી બાજુ ખેડૂતોના પાક અને તેમના સેઢાને નુકસાન પહોંચાડતા રોડ પરના ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.  અગાઉ પણ આ એજન્સીએ તાલુકાના વિવિધ રોડો ખોદી નાખતા સરકારે એજન્સીને રોડ નવા બનાવવા નોટિસ ફટકારી છે. છત્તા પણ એજન્સીના માલિક આંખ આડા કાન કરી પોતાની મનમાની ચલાવી રહ્યા છે. ત્યારે આ એજન્સીએ વચ્ચે રોડની નજીક અને અમારા ખેડૂતોની મંજૂરી લીધા વગર પોતાના મશીનથી આજે કેબલ નાખવાનું કામ ચાલુ કર્યુ છે. જેને લીધે અમારા પાકની અને અમારા ખેતરને મોટું નુકસાન થવા પામ્યું છે. અમારી મંજૂરી લીધા વગર આ કામ શરૂ કરતા ખેડૂતો ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાના છીએ અને આ રોડ ખાતા દ્વારા પણ આ કામ બંધ કરવામાં આવે તેવી ખેડૂતોએ માંગ કરી હતી. ત્યારે ડાલવાણાના ખેડૂત બાબુસીએ જણાવ્યું હતું કે તાત્કાલિક આ કેબલ નાખવાનું કામ બંધ કરવામાં આવે અને  ખેડૂતોની મંજૂરી લેવામાં આવે અને જે અમારા પાકની કે અમારા સેઢાને નુકસાન પહોંચાડયુ છે તેનું વળતર ચૂકવવામાં આવે, તેવી અમારી માંગ છે અને અગાઉ પણ અમે કોન્ટ્રાક્ટરને આ અંગે જાણ કરી હતી. પણ કોન્ટ્રાક્ટરે પોતાની મનમાની ચલાવી આંખ આડા કાન કર્યા છે. આથી તેના સામે સરકાર દ્વારા યોગ્ય પગલા લેવામાં આવે તેવી અમારી માંગ છે.




Download Our B K News Today App



Related News