વડગામના બાવલચૂડી રાજપુર પ્રા.શાળાને

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-30 11:54:57
  • Views : 530
  • Modified Date : 2019-07-30 11:54:57

બાવલચુડી ગામે રાજપુર પ્રા. શાળા છેલ્લાં દસ વર્ષ કરતા પણ વધારે સમયથી કાર્યરત છે અને આ શાળા થરા  વિસ્તારમાં આવેલી હોવાના કારણે ત્યાં વસાવટ કરતા અતિ પછાત તેમજ વિચરતી જાતીના બાળકો જાણવા માટે આવે છે. આ શાળા શરૂ કરવામાં આવી ત્યારે માત્ર ૩૦ જ બાળકો જાણવા આવતા હતા અને એ પણ માત્ર કાંગસાયા જાતીના જ બાળકો હતા. પણ અત્યારે થરા વિસ્તારમાં બધી જ જાતીના  લોકો વસવાટ કરતા હોવાથી શાળામાં પણ બાળકોની સંખ્યા ૧૦૦ જેવી થવા પામી છે. વળી પાછુ સરકારી પ્રા. શાળા ગામમાં આવેલી છે અને આ બાળકોને જાણવા માટે જવું હોય ત્યાં મેઈન રોડ ઉપર થઈને જવાનો રસ્તો છે. તેથી બાળકોને અકસ્માતનો ભય પણ થઈ શકે છે. તેથી બાવલચુડી રાજપુર પ્રા.શાળાના બાળકો તેમજ વાલીઓ દ્વારા આ શાળા બંધ ના થાય તે માટે ભારે હોબાળો કરી વડગામ મામલતદાર, ટી.ડી.ઓ વગેરે જગ્યાએ લેખીતમાં રજૂઆત કરવામાં આવી હતી અને આ શાળા પૂર્ણ ચાલુ રાખવા ઉગ્રમાંગ  કરવામાં આવી હતી. 


Download Our B K News Today App



Related News