2021માં પણ બનાસ ડેરીમાં દૂધ ભરાવવામાં વડગામની મહિલાનો પ્રથમ નંબર : લાખ્ખો નહીં પરંતુ કરોડો રૂપિયાની કરી રહ્યા છે કમાણી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-07-25 12:05:37
  • Views : 18144
  • Modified Date : 2021-07-25 12:05:37

     બનાસકાંઠા જીલ્લોએ વર્ષોથી ખેતી સાથે જોડાયેલો જીલ્લો છે. વર્ષોથી બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો નાની-મોટી ખેતી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા જે બાદ સમય બદલાતા બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો ખેતીની સાથોસાથ પશુપાલનનો વ્યવસાય શરૂ કર્યું હતું શરૂઆતમાં થોડા ઘણા પશુઓ લાવી નાની કમાણી કરતા હતા જે બાદ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો પોતાના પશુઓનું દૂધ ડેરીમાં ભરાવી સારી કમાણી કરી શકે તે માટે બનાસકાંઠા જિલ્લામાં બનાસ ડેરી ની સ્થાપના કરવામાં આવે જેથી બનાસકાંઠા જિલ્લામાં ખેતીની સાથોસાથ ખેડૂતો પશુપાલન સાથે જોડાયા અને આજે એશિયાની નંબર વન બનાસ ડેરી ની સ્થાપના બનાસકાંઠા જિલ્લામાં કરવામાં આવી છે.અને તેમાંય વળી હવે ખેડૂતો દૂધમાં સારી આવક થતા ખેતી છોડી પશુપાલન તરફ ફર્યા છે જેથી હાલમાં બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો પશુપાલન માંથી લાખો અને કરોડો રૂપિયાની કમાણી પશુપાલન માટે કરી રહ્યા છે.

     ત્યાંથી બનાસકાંઠા જિલ્લામાં એશિયાની નંબર વન બનાસ ડેરી ની સ્થાપના કરવામાં આવી છે ત્યારથી ખેડૂતો વધુમાં વધુ પશુપાલન તરફ વળ્યા છે ખેતીમાં થતાં નુકસાનના કારણે હાલમાં બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો પશુપાલન તરફ વળ્યા છે. અને દર વર્ષે બનાસકાંઠા જિલ્લામાં આવેલી બનાસડેરીમાં સૌથી વધુ દૂધ ભરાવનાર પશુપાલક નું ડેરી દ્વારા સન્માન કરવામાં આવે છે આ સન્માન થતા દર વર્ષે બનાસકાંઠા જિલ્લામાં અનેક પશુપાલકોમાં વધારો થતો જોવા મળી રહ્યો છે ત્યારે તાજેતરમાં જ એશિયાની સૌથી મોટી બનાસ ડેરી ની સાધારણ સભામાં ડેરી માં સૌથી વધુ દૂધ ભરાવનાર 10 પશુપાલક મહિલાઓનું બનાસડેરીના ચેરમેન શંકરભાઇ ચૌધરી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

     બનાસકાંઠા જિલ્લામાં અભણ કે મામૂલી અભ્યાસ બાદ પશુપાલન વ્યવસાય માં આ મહિલા વર્ષે લાખ્ખો નહીં પરંતુ એક એક કરોડ રૂપિયા ની કમાણી કરે છે , આ છે વડગામ તાલુકાના નગાણા ગામે રહેતા નવલબેન ચૌધરી જેમણે ગત વર્ષે બનાસડેરી માં સૌથી વધુ ધરાવનાર પ્રથમ મહિલા તરીકેનો ખિતાબ મેળવ્યો છે. જેથી બનાસડેરી દ્વારા તેઓને ૨૫,૦૦૦ રૂપિયાનું રોકડ તેમજ શ્રેષ્ઠ બનાસ લક્ષ્મી તરીકેનો એવોર્ડ પણ આપ્યો છે. અત્યારે આ નવલબેન ની ઉમર 62 વર્ષ છે પરંતુ આજે પણ તેઓ સવારે 5 વાગે ઉઠીને તેમના તબેલામાં પહોંચી જાય છે. અને પછી શરૂ થાય છે તેમનો આ પશુપાલન નો બિઝનેશ. આ વ્યવસાયને તેમણે સખત પરિશ્રમ અને નક્કર આયોજન સાથે ખુબ સરસ વિકસાવ્યો છે. થોડાક વર્ષો પહેલાં માત્ર  8 - 10 પશુઓ રાખતા નવલબેન આજે 250 જેટલા પશુઓ રાખે છે . તેઓ રોજનું અત્યારે 1000 લીટર અને શિયાળાની સીઝનમાં 1200 લીટર દૂધ બનાસ ડેરીની દૂધ મંડળીમાં ભરાવે છે અને મહિને રૂ. 8 થી 9 લાખની આવક દૂધના વ્યવસાયમાંથી મેળવે છે. દૂધના ધંધામાંથી પણ આટલી સારી આવક મેળવી શકાય તે વાત સૌના માટે સુખદ આશ્વર્ય અને અભ્યાસનો વિષય છે.

     તેમના ખેતરમાં પશુઓ માટે પાકો શેડ બનાવવામાં આવ્યો છે અને પશુઓ શેડમાં ૨૪ કલાક ખુલ્લા રહે છે. પશુઓને પીવા માટે શુધ્ધ પાણી અને ખોરાક માટે હેડ લોક પાકી ગમાણની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. પાકી ગમાણના લીધે ખોરાકનો બગાડ થતો નથી. દરરોજ સવારે-૯.૦૦ કલાકે પશુઓને પ્રેશર ફુવારાથી નવડાવવામાં આવે છે અને તેમને ખુલ્લા વાડામાં રાખવામાં આવે છે તે દરમ્યાન શેડની સાફ-સફાઇ કરવામાં આવે છે. પશુઓને દરરોજ લીલો ઘાસચારો મળી રહે તે માટે ૫ એકર જમીનમાં લીલું ઘાસ વાવવામાં આવે છે. આટલા બધા પશુઓને એક સાથે દોહવા માટે 12 થી 15 લોકો નો સ્ટાફ પણ રાખ્યો છે.

     દર વર્ષે બનાસકાંઠા જિલ્લામાં આવેલી બનાસડેરી દ્વારા એશિયા માંથી સૌથી વધુ ડેરીમાં દૂધ ભરાવનાર પશુપાલક નું સન્માન કરવામાં આવે છે. બનાસ ડેરીનું સફળ સંચાલન અને નારી શક્તિઓના સથવારે બનાસ ડેરી ઘણા વર્ષોથી સમગ્ર એશિયા ખંડમાં દૂધ સંપાદનમાં પ્રથમ નંબરે રહી છે અને પ્રથમ નંબરનું ટાઇટલ જાળવી રાખવામાં ગામડાની અભણ મહિલાઓનો ફાળો સવિશેષ રહ્યો છે.

 

Download Our B K News Today App



Related News